________________
પંચસંગ્રહ-૨
जवमज्झंमि बहवो विसेसहीणाउ उभयओ कमसो ।।
यवमध्ये बहवः विशेषहीनास्तु उभयतः क्रमशः । અર્થયવમધ્યમાં ઘણા જીવો છે, બંને બાજુ અનુક્રમે વિશેષહીન-હીન છે.
ટીકાનુ–આઠ સમય કાળવાળાં રસબંધનાં સ્થાનોને બાંધનાર જીવો ઘણા છે અને તેની બંને બાજુનાં સ્થાનોને બાંધનારા અનુક્રમે ઓછા ઓછા છે. તાત્પર્ય આ પ્રમાણે છે–સર્વ જઘન્ય રસબંધસ્થાનને બાંધનાર જીવો અલ્પ છે, બીજા સ્થાનને બાંધનાર વિશેષાધિક છે, ત્રીજા સ્થાનને બાંધનાર વિશેષાધિક છે. આ પ્રમાણે વિશેષાધિક-વિશેષાધિક આઠ સમયકાળવાળા સ્થાનપર્યત કહેવું. ત્યારપછી સાત સમયકાળવાળા સ્થાનથી આરંભી બે સમયકાળવાળા સ્થાનપર્યત વિશેષહીન-વિશેષહીન કહેવા. એટલે કે આઠ સમયકાળવાળાના છેલ્લા સ્થાનથી સાત સમયકાળવાળાના પહેલા સ્થાનને બાંધનાર જીવો અલ્પ છે, તેથી તે પછીના સ્થાનને બાંધનાર જીવો અલ્પ છે, એમ અલ્પ-અલ્પ ઉત્કૃષ્ટ બે સમયકાળવાળાના છેલ્લા સ્થાન પર્વત કહેવું. આ પ્રમાણે અનંતરોપનિધા વડે વિચાર કર્યો. ૬૪ હવે પરંપરોપનિયા વડે વિચાર કરે છે–
गंतुमसंखा लोगा अद्धद्धा उभयओ जीवा ॥६५॥ ....
गत्वाऽसंख्येयान् लोकान् अर्धार्धाः उभयतो जीवाः ॥६५॥ અર્થ–બંને બાજુ અસંખ્યલોકાકાશ પ્રમાણપ્રદેશ સ્થાનો ઓળંગીને જીવો અર્થ અર્થ થાય છે.
—ચવમધ્ય સરખા આઠ સમયકાળવાળા અનુભાગસ્થાનને બાંધનાર જીવોથી તેની બંને બાજુ અસંખ્યાતા-અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ સ્થાનો ઓળંગીને પછી પછી જે જે અનુભાગ સ્થાન આવે છે તેની તેની અંદર પૂર્વ પૂર્વની અપેક્ષાએ અર્ધ અર્ધ જીવો છે. તે પ્રમાણે ત્યાં સુધી કહેવા યાવત્ એક બાજુ ચાર સમયકાળવાળું જઘન્ય સ્થાન આવે, બીજી બાજુ બે સમયકાળવાળું સર્વોત્કૃષ્ટ સ્થાન આવે.
તાત્પર્ય આ પ્રમાણે છે–જઘન્ય અનુભાગબંધસ્થાનને જેટલા જીવો બાંધે છે તે કરતાં જઘન્ય અનુભાગ બંધસ્થાનથી આરંભી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગીને પછી જે સ્થાન આવે તેના બાંધનાર જીવો બમણા હોય છે, ફરી પણ ત્યાંથી તેટલાં સ્થાનો ઓળંગી પછી જે સ્થાન આવે તેના બાંધનારા બમણા જીવો છે. આ પ્રમાણે બમણા-બમણા યવમધ્ય પર્યત કહેવા. યવમધ્યના છેલ્લા સ્થાન પછીથી અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગીને પછી જે સ્થાન આવે–તેની અંદર છેલ્લા દ્વિગુણવૃદ્ધસ્થાનના જીવોથી દ્વિગુણહીન એટલે અર્ધા જીવો હોય છે. ફરી પણ તેટલાં સ્થાનો ઓળંગીને પછીના સ્થાનમાં અર્ધ જીવો હોય છે. આ પ્રમાણે અર્ધ-અધ બાંધનારા જીવો ત્યાં સુધી કહેવા–ચાવતું સર્વોત્કૃષ્ટ એ સમયકાળવાળું રસબંધસ્થાન આવે. આ પ્રમાણે પરંપરોપનિધા વડે વિચાર કર્યો. ૬૫
હવે હાનિના પ્રમાણનો વિચાર કરે છે