________________
૮૩
બંધનકરણ હવે નિરંતર કેટલાં સ્થાનો બંધાય તે વિચારે છે–
दोआइ जाव आवलिअसंखभागो निरन्तर तसेहिं ।
द्वयादिर्यावदावल्यसंख्यभागः निरन्तराणि त्रसैः । અર્થ–બે સ્થાનથી માંડીને આવલિકાના અસંખ્યાતમા ભાગનાં સમય પ્રમાણ સ્થાનો ત્રસજીવો વડે નિરન્તર બંધાતાં હોય છે.
ટીકાનુન્ત્રસજીવો વડે જે સ્થાનો નિરંતર બંધાય છે તે ઓછામાં ઓછા બે, ત્રણ હોય છે અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ હોય છે. કારણ કે ત્રસજીવો થોડા છે અને રસબંધનાં સ્થાનો તેઓથી અસંખ્યાતગુણ છે. તેથી સઘળાં સ્થાનો ત્રસજીવ વડે નિરંતર બાંધી શકાતાં નથી, કેટલાંક સ્થાનો નિરંતર બંધાય છે, વળી અંતર પડે છે—કેટલાંક સ્થાનો નથી બંધાતાં, વળી કેટલાંક બંધાય છે. આ પ્રમાણે દરેક સમયે હોય છે એટલે નિરંતર કેટલા બંધાય તેનો અહીં વિચાર કર્યો અને અંતર પડે–ન બંધાય તો કેટલા ન બંધાય તે ઉપરની ગાથામાં કહ્યું.
આ પ્રમાણે નિરંતર બંધાતાં સ્થાનોનો વિચાર કર્યો. હવે અનેક જીવો આશ્રયી કોઈ પણ એક સ્થાન નિરંતર કેટલો કાળ બંધાય તે કહે છે– - नाणाजीएहिं ठाणं असुन्नयं आवलिअसंखं ॥६४॥
नानाजीवैः स्थानमशून्यं आवल्यसंख्यम् ॥६४॥ અર્થ–નાના–અનેક જીવો વડે બંધાતું રસબંધસ્થાન આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા કાળ અશૂન્ય છે.
ટીકાનુ–પ્રશ્ન-કોઈપણ એક રસબંધસ્થાન અનેક જીવો વડે નિરંતર બંધાય તો કેટલો કાળ બંધાય ? એટલે કે જે કોઈ સ્થાનને ત્રસજીવો નિરંતર બાંધ્યા કરે-તે સ્થાન બંધશૂન્ય ન : રહે, તો કેટલો કાળ બંધશૂન્ય ન રહે?
ઉત્તર–ત્રસયોગ્ય કોઈપણ એક સ્થાન અન્ય અન્ય જીવો વડે નિરંતર બંધાય તો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ જ બંધાય છે પછી અવશ્ય બંધશૂન્ય થાય છે,
એટલે કે તેને એક પણ ત્રસજીવ બાંધતો નથી. કોઈપણ સ્થાનનો જઘન્ય નિરંતર બંધકાળ એક, - બે સમય છે, એટલે કે ઓછામાં ઓછા એક કે બે સમય બંધાયા પછી તે બંધશૂન્ય થાય છે.
સ્થાવર જીવોને યોગ્ય દરેક અનુભાગબંધસ્થાન અન્ય અન્ય સ્થાવર જીવો વડે નિરંતર બંધાયા જ કરે છે. કોઈપણ કાળે બંધશૂન્ય હોતા જ નથી, કારણ કે, સ્થાવર જીવો અનંત છે. આ પ્રમાણે અનેક જીવો આશ્રયી કાળનો વિચાર કર્યો.૬૪
અનુભાગસ્થાનમાં કેવા ક્રમથી બાંધનારની અપેક્ષાએ જીવો વધે છે તે કહે છે. તેની અંદર બે અનુયોગદ્વાર છે. ૧. અનન્તરોપનિધા, ૨. પરંપરોપનિધા. તેમાં પ્રથમ અનંતરોપનિધા - વડે વિચાર કરે છે–