________________
બંધનકરણ
आवलिअसंखभागं तसेसु हाणीण होइ परिमाणं । हाणि दुगंतरठाणा थावरहाणी असंखगुणा ॥६६॥
आवल्यसंख्येयभागः त्रसेषु हानीनां भवति परिमाणम् । ___ हानिद्विकान्तरस्थानानि स्थावरहानयोऽसंख्यगुणाः ॥६६॥ અર્થ––સજીવોમાં હાનિનું પ્રમાણ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. બે હાનિની વચ્ચેનાં સ્થાનો તથા સ્થાવર જીવોની હાનિઓ અસંખ્ય ગુણ છે.
ટીકાનુ–ત્રસજીવોના વિષયમાં યવમધ્યની અપેક્ષાએ તેની પહેલાં અને પછી જે દ્વિગુણહાનિ થાય છે તે સરવાળે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે. આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય તેટલા સરવાળે દ્વિગુણહાનિવાળાં સ્થાનકો થાય છે.
શંકા–પહેલાં કહેવામાં આવ્યું છે કે, ત્રસજીવો વડે નિરંતર અનુભાગ સ્થાનક બંધાય તો વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બંધાય છે. પછી કેટલાંક સ્થાનો બંધશૂન્ય હોય છે, વળી કેટલાંક બંધાય છે, વળી કેટલાંક બંધશૂન્ય હોય છે. આ પ્રમાણે નિરંતર પણ બંધાય છે અને વચ્ચે-વચ્ચે બંધશૂન્ય પણ હોય છે. દરેક સ્થાનો નિરંતર બંધમાં આવતાં નથી. જયારે આ પ્રમાણે છે તો જઘન્યસ્થાનથી આરંભી યવમધ્ય રસસ્થાન સુધી જીવોની વૃદ્ધિ કહી. ત્યારપછી જીવોની હાનિ કહી તેમજ યવમધ્યની પહેલા અને પછી સરવાળે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિગુણહાનિનાં સ્થાનો કહ્યાં તે શી રીતે ઘટે ? ખરું જોતાં આ રીતે એક પણ દ્વિગુણહાનિ ઘટી શકે નહિ.
ઉત્તર—બરાબર છે, વિવલિત કોઈપણ એક સમયની અપેક્ષાએ વિચારીએ તો વચમાં બંધશૂન્ય સ્થાનો હોવાથી દ્વિગુણહાનિ સ્થાન ઘટી શકે નહિ. પરંતુ ત્રિકાળવર્તી જીવોની અપેક્ષાએ વિચારીએ તો કોઈપણ સ્થાન બંધશૂન્ય હોઈ શકે જ નહિ. કારણ કે ભૂતકાળમાં દરેક સ્થાનને જીવોએ સ્પેશ્ય છે અને ભવિષ્યકાળમાં સ્પર્શ કરશે. તેથી જ તે અપેક્ષાએ ચાર સમયકાળવાળા સ્થાનથી યવમધ્ય પર્યત પ્રતિસ્થાને જીવોની જે વૃદ્ધિ તથા ત્યારપછી ક્રમશઃ જીવોની જે હાનિ કહી છે, તેમજ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિગુણહાનિવાળાં જે સ્થાનો કહ્યાં છે તે બરાબર ઘટી શકે છે. અહીં ત્રિકાળવાર્તા જીવોની અપેક્ષાએ વિચાર છે, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અનુભાગ બંધસ્થાનો નિરંતર બંધાય ત્યારપછી કેટલાંક સ્થાનો અવશ્ય બંધશૂન્ય હોય-એ વિચાર વિવલિત કોઈપણ એક સમયની અપેક્ષાએ છે એટલે અહીં કોઈપણ જાતનો વિરોધ નથી.
ત્રણોની એક અને બીજી દ્વિગુણહાનિની વચમાં જે સ્થાનો છે તે કરતાં સ્થાવરોના યુવમધ્ય પહેલાના અને પછીના સરવાળે જે દ્વિગુણહીન અનુભાગ સ્થાનો થાય છે તે અસંખ્યાતગુણ છે. અહીં ત્રસોના સઘળા દ્વિગુણહીન સ્થાનકો અલ્પ છે, તેથી એક અને બીજી દ્વિગુણહાનિની વચ્ચેનાં રસબંધસ્થાનો અસંખ્યાતગુણ છે. સ્થાવરોના સંબંધમાં આ પ્રમાણે છેત્રસના બે દ્વિગુણહાનિની વચ્ચેનાં સ્થાનો અલ્પ છે, તે કરતાં તેઓનાં–સ્થાવરોનાં દ્વિગુણહીન