SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા - આ રીતે તેમણે પોતે પોતાની જીવન-વ્યવસ્થિતિ કરવા સતત. કેવો ઉગ્ર પ્રયત્ન કર્યો હતો, તે ઉપર મોતીને કિસ્સો સચોટ બતાવે છે. સામાન્ય ગૃહસ્થના વ્યવહારની તુલનાએ એમાં એક વિશેષતા હતી, અને તે એ કે, તેમનો વ્યવહારશુદ્ધિ-યત્ન કેવળ સુખભેગન કે સ્વર્ગકામનાને મર્યાદિત કામાર્થી ગૃહસ્થધર્મ નહોતો; તે “અપવર્ગ” કે મોક્ષની દૃષ્ટિવાળા જિજ્ઞાસુ ગૃહસ્થને યત્ન હતો. આ યત્નના સારરૂપ એવી એક માર્મિક નેધ, તેમની રોજનિશીમાં લખેલા એક લખાણમાં મળે છે. (શ્રી, ૧૨ પા. ૨૬૪); તે તેમના ૨૩મા વર્ષ દરમિયાનની (મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬) છે. તેમાં એ કહે છે “જયારે આ વ્યવહારો પાધિ ગ્રહણ કરી, ત્યારે તે ગ્રહણ કરવાને, હેતુ આ હતો:– “ભવિષ્ય કાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે. દુ:ખદાયક થાય, તોપણ થોડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. “એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું:-. “ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પર ન આવે તે સારું “ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત; ખચિત . કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુ:ખને સહન કરી, ક્રમની સાચવણીના. પરિસહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી નું અચળ રહે. અત્યારે કદાપિ વસમું અધિકતર (વધારે પડતું?) લાગશે; પણ. પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુ:ખી થઈશ; પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચને ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર.” એમ પિતાના અનુભવમાંથી નોંધાને, રોજનિશીના આ લખાણમાં આગળ તે લખે છે તેમાં, વ્યવહારમાં અન્ય સગાંસંબંધી તથા સ્નેહી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy