SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ “સમુચ્ચય-વય-શ્ચર્યા” ધૃણાપાત્ર છે, એમ શેકસપિયરે તેથી જ બતાવ્યું છે. આ કથામાં કામઅને ત્યાગ નથી, પણ તેને ધર્મયુક્ત “ઉપયોગ’ કરવામાં આવ્યો છે. અને એ જ વસ્તુ સાંસારિક જીવન માટે પણ સુખસંપદા-દાયી છે, એમ વ્યાસ મુનિ પેલા તેમના પ્રસિદ્ધ શ્લોકમાં તેથી જ કહે છે: ऊर्ध्वबाहुः विराम्येषः न च कश्चित् शृणोति माम् । धर्मादर्थश्च कामश्च स धर्मः किं न सेव्यते ॥ . અને ગીતામાં તો આ જ વસ્તુને એટલે સુધી જતા સૂત્રવાકયથી કહી કે, ધર્માવિરુદ્ધો મૃતેષ સામે મરતમ | જીવન-વ્યવહારમાં ધર્મનો મહિમા ઐહિક સુખ માટે જ ગાયો છે; છતાં તે વિરલ હોય છે. પરંતુ જે ગૃહસ્થ જાગ્રત બની જિજ્ઞાસાથી મુક્તિ-મુખ બને, તેવા મુમુક્ષુને માટે તો આ વ્યવહારશુદ્ધિનો શુચિધર્મ પ્રાથમિક સાધન જ છે. શ્રીમદનાં લખાણોમાં આવો બેધ તેમણે એક જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તર રૂપે (વવાણિયાથી માહ, ૧૯૪૫) લખેલ તે સંઘરાયો છે; (શ્રી,૧ - પા. ૨૦૨) તેમાંથી આ ઉતારું છું: “પ્રશ્ન- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે. છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે, આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારવૃત્તિથી થાય, તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના રાવ જિજ્ઞાસુ છે. વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે, ત્યારે તેની આવશ્યકતા પણ નિ:શંક છે.” " અને આમ વ્યાખ્યા બાંધીને ઉપજવ” કે આજીવિકા માટેના વ્યવહાર વિષે વિગતવાર તેમણે લખ્યું છે, અને અંતે તે કહે છે કે, “એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો.” આગળ તે આ લખાણ પૂરું કરી શક્યા નથી, તેથી તેની અપૂર્ણ દશામાં પ્રસિદ્ધ છતાં, તેનું સૂક્ષ્મ અનુભવશુદ્ધ વિવેચન જિજ્ઞાસુ ગૃહસ્થ માટે ભારે માર્ગદર્શક : બને એવું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy