SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી કુશળતા હતી કે તે તેવી. સાથે વ્યાપાર સંબંધીને પ્રસંગ પાંડનારાઓથી જાણવાથી તેની વ્યાપાર-કુશળતા માટે ઘણા ઊંચા અભિપ્રાય મળશે.” “શ્રીમદ્ રાજચંદ્રની સાથે મારે લગભગ ૧૫ વર્ષને પરિચય હતે; તથાપિ તેમાંથી ૭-૮ વર્ષ છેમારે તેમની સાથે વ્યવહારમાં એક ભાગીદાર તરીકે સંધ રહ્યો હતે. અતિ પરિચય પરસ્પરનું મહત્વ ઓછું કરે છે, એમ દુનિયાને અનુભવ છે; તથાપિ આપને મારે જણાવવું જોઈએ કે, તેઓની દશા એવી આત્મમય હતી કે, મારો . ભક્તિભાવ તેઓ પ્રત્યે દિન-પ્રતિદિન વર્ધમાનતા પામતો ગયેલો. વ્યાપારના પ્રસંગે એવા છે કે, ભાગીદારોના સંબંધમાં ઘણી વખત મતભેદ ઉત્પન્ન થાય છે, કેટલીક વખત પરસ્પરનાં હિત અથડાય છે. આજે આપણે સર્વને અનુભવ છતાં, મારે કહેવું જોઈએ કે...મારો ભાગીદારીને (સંબંધ) જેટલાં વર્ષ રહ્યો તેમાં તેઓ પ્રત્યે અતિ પરિચયથી મને તેના પ્રત્યે કિંચિત્ માત્ર ઓછા મહત્ત્વનું કારણ ન મળ્યું, કે કોઈ દિવસ એકબીજાને વ્યવહાર સંબંધી જુદાઈ ન લાગી. એનું કારણ બીજું કંઈ નહિ, પણ તેઓની ઉચ્ચ આત્મદશાની જે છાપ અમારે વિષે પડતી હતી, તે જ હતું.” એમ જણાવી તે ભાઈ કહે છે કે “સ્વાનુભવ-દર્પણ' નામે ગ્રંથ છે, તેથી “આપ સર્વ પરિચિત છે;” કેમ કે, “એ ગ્રંથથી મારે જે સહન કરવું પડયું છે, તે સર્વ કોઈના જાણવામાં છે. આ (ગ્રંથ) મેં શ્રીમાનને અર્પણ કરેલ છે. તેથી મારી તેઓ પ્રત્યેની પૂજ્ય ભાવના પ્રથમથી જ કેવી છે, તેનો આપને ખ્યાલ આવશે.” એ અર્પણપત્રિકામાં તે કહે છે કે, “જેમનાથી અધ્યાત્મ માર્ગમાં મારી પ્રીતિ થઈ, જેમને મમત્વને આગ્રહ છૂટયો છે, જેમને સુખદુ:ખ પર ઉદાસીનતા રહેતી, અને જેમના સત્સંગના લાભથી અનેક મનુષ્યોએ ઘણા કાળનો દુરાગ્રહ મૂકે, રાગદ્વેષ ઘટાડવાની પ્રવૃત્તિ આદરી છે, એવા શાંત, દાન્ત, વૈર્યગાંભીર્યાદિ અનેક સગુણાકૃત અંતરાત્મવરૂપ, આત્મા પરમાત્માની - * છે ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy