SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજિજ્ઞાસુના વિષાદયોગ ૨૧ ૬ (શ્લા૦ ૧૦ થી આંગળ જુઓ)માં ‘ દુ:ખસંયોગવિયોગ ’ નામે યોગ કહ્યો છે; – જેમાં વર્તતા યોગી (૬-૨૦) ‘ ગામના ઞામાનમ્ રિયન્ आत्मनि तुष्यति' (આત્મા વડે આત્માને જોઈને આત્માને વિષે સંતોષ પામે છે,) એમ કહ્યું છે. 6 પરંતુ કવિની આ સ્થિતિને વિષે નોંધપાત્ર એ છે કે, આ સ્થિતિવાળા જે તીર્થંકરાદિક નિગ્રંથ વનવાસી યતિ-મુનિ-સંન્યાસી જેવા આત્મ-પુરુષો છે, તેમના લક્ષ્યને તે વરેલા છે. શ્રીકૃષ્ણ જેવા પુરુષ, ગીતામાં જેને ' બ્રહ્મ-કર્મ-સમાધિ ' કહે છે; અથવા જેને આ સમગ્ર વિશ્વરૂપી પરમઈશ-કર્મમાં સહજ-પ્રવૃત્તિ-રૂપ ઈશ-સમર્પણ-યાગ બતાવે છે: ‘સર્વધર્માનું રિગ્ય મામેર્જ રારાં ત્રન' (૧૮- ૬૬) – ‘ સ્વમળા तमभ्यर्च्य सिद्धिं विंदति मानवः (૧૮ - ૪૬) – એ પ્રકારની ઈશકર્મ-સમાધિ કે સહજ-કર્મસમાધિ અર્જુનને સમજાવે છે, તેને મળતું લક્ષ્ય કવિશ્રીને ઓછું રુચે છે; તેમની પ્રીતિ જૈન સાધનમાર્ગના યતિધર્મ પર વિશેષ છે; અને તેથી જ તેમને, ઊંડી આત્મજિજ્ઞાસા સેવતાં છતાં, એક પ્રકારના ઊંડો વિષાદ વર્તતા રહે છે. એમના ભક્તમિત્ર ગાંધીજીની જીવન-સાધના અહીંયાં જ તેની વિશેષતા કે વિલક્ષણતા પ્રગટ કરે છે. તે ઈશકર્મસમાધિ-ભાવને ઝંખે છે. આ પ્રકારની રુચિવાળા જ્ઞાની ભક્તપુરુષોની સ્થિતિનું વર્ણન ગીતાકારે (જુઓ અ૦ ૫, ૧૨-સર્વમૂહિતે રતાઃનું વર્ણન ) શ્લોકો ભરી ભરીને કર્યું છે; અને તેની કદર-બૂજ તા કવિને · હતી જ, એ આપણે આ અંગેનાં (૨૯ થી ૩૧) પ્રકરણેામાં જોયું. તેથી કરીને કવિ પણ જીવનમાં પરોપકારાર્થે – અનુકંપાપૂર્વક ધર્મસુધારણા અને સત્ય ધર્મપ્રવર્તન કરવા ચાહે છે; પણ તે કામ કરવાની રીત તીર્થંકરોની વનવાસી સંન્યાસીની ઢબે તે ગોઠવવા માગે છે. આ અર્થે ચૂપકીથી પાતે તૈયારી કરે છે, એ રીતના ભાવ તેમનાં લખાણામાં સતત નીકળતા રહ્યો છે, – જે આપણે આગળ (પ્ર૦ ૧૧ થી ૧૩ માં) જોઈ ગયા છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy