SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા ગાંધીજી અહીં આગળ જુદી ભાવનાથી વર્તે છે. તે સ્વ-જીવનને જ ઈશકર્મ બનાવવાને માટે પોતાને સેવાયોગ યોજી લે છે, તે અર્થે વિશેષ પ્રકારની વ્રતનિયમાદિની ગૃહસ્થ-જીવન-પદ્ધતિ, – દેશકાલ અનુસાર જોઈ વિચારીને, – સ્વીકારે છે; એમાં સંન્યાસને હાઈ-ભાવ તે અપનાવીને સમાવે છે, અને એને જ લક્ષ્ય બનાવે છે. હિમાલયની ગુફા તે છોડે છે, અને સમાજની વચ્ચે જ રહીને તેની એકાંતિક સેવા રૂપી ગુફા સતત સેવે છે. આવો સેવાર્થે ભાવ-સંન્યાસ કવિની રુચિનો માર્ગ નથી. આત્માર્થી આ બે મિત્રોની વૃત્તિ-પ્રકૃતિને આ ફેર લક્ષમાં લઈએ, તો ૧૯મા સૈકામાં પેદા થયેલા અને તેના કલ્યાણને ઝંખતા રહીને પોતાની જીવનવ્યવસ્થાની સાધના કરતા આ બે મહાન પુરુષોની પિતપોતાની નાની વિશેષતા ધ્યાનમાં આવશે. કવિને ગૃહસ્થીનું ઉદયકર્મ વર્તે છે, તે કહે છે, જેમાંથી પરમ વિષાદ કરતો રહે છે; પરંતુ તે આત્માર્થીનો છે, સાધનામાં દૃઢતા અર્પે છે. ત્યારે ગાંધી ગૃહસ્થીમાં પણ અપરિગ્રહી ને બ્રહ્મચર્યવ્રતી થઈને ગરીબાઈને વરે છે, અને તેમાં દૃઢભાવથી મંડયા રહે છે. બે મિત્રોની સાધનામાં આ ભેદ આજના યુગના મુમુક્ષુઓને માટે અર્થગંભીર સૂચકતા ધરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy