SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૨૦ જ્ઞાની ભકતની પ્રતિભા રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયોગમાં રહ્યા કરીએ છીએ, એ પણ પૂર્વ નિબંધનને કોઈ ' મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.... કવિશ્રીના ૨૫મા વર્ષનાં લખાણમાં ઉપરની ચિરસ્થિતિ જ્યાં ત્યાં વર્ણવાયેલી જોવા મળે છે. તેમણે જ તેનું સૂત્રરૂપ વર્ણન એક : પત્રમાં આમ લખી જણાવેલું મળે છે (મુંબઈ, વૈશાખ સુદ, શુક્ર – અક્ષયતૃતીયા, ૧૯૪૮; શ્રી.૧- ૩૬૬): “ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે તથાપિ સમાધિ વર્તે છે.” એને જ બીજે દિવસે (વૈ. સુ. ૪, શનિ, ૧૯૪૮ શ્રી. - ૩૬૭) ઉપરની જ વાત વળી વિશેષ રૂપે આ શબ્દોમાં લખી છે: “અત્ર આત્મતા હોવાથી સમાધિ છે......' “ખરું આત્મભાન થાય છે તેને, હું અન્યભાવને અકર્તા છું એ બોધ ઉત્પન્ન થઈ, અહં-પ્રત્યાય-બુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજજવળપણે વર્યા કરે છે, - તથાપિ જેમ ઈચ્છીએ તેમ તે નહીં. અા સમાધિ છે.– સમાધિરૂપ” વળી સુદ, ૫, રવિને (શ્રા. - ૩૬૭) બીજે દિવસે લખે છે:“હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યા કરે છે....... “અનંત કાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક – તેનું આત્મવ સાંભરે છે.” અધ્યાત્મ- કે ધ્યાન- યોગની આ સ્થિતિ જ શમયોગારૂઢ સાધકની દે છે, જેને કવિ અહીં “સમાધિ' કહે છે, – જેતે ગીતાકારે વિસ્તારીને અo Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy