SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા એમ શમ-સાધનથી આગળ જઈ જીવભૂતને બદલે ‘બ્રહ્મભૂત ’ થઈને સાધક-પુરુષ આગળ વધી :— ૨૧૩ બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શાચિત ન કાંક્ષતિ | સમ: સર્વે ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ્ ।। ભકત્યા મામ્ અભિજાનાતિ યાવાન્ ય: ચાસ્મિ તત્ત્વત:। તતા માં તત્ત્વતા જ્ઞાત્વા વિશતે તદનંતરમ્ ॥ સર્વકર્માણિ અપિ સદા કુર્વાણ: મદ્વ્યપાાય: । મત્પ્રસાદાત્ અવાપ્નાતિ શાશ્વતં પદમ્ અવ્યયમ્ ॥ [બ્રહ્મભાવને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શેાક કરતા, નથી કંઈ ઇચ્છતા; ભૂતમાત્રને વિષે સમ-ભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે. હું કેવડો છું અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થપણે જાણીને મારામાં પ્રવેશ કરે છે. મારો આશ્રાય લેનાર સદા સર્વ કર્મ કરતા છતા મારી કૃપા વડે શાશ્વત, અવ્યયપદને પામે છે. (અ૦ ૧૮, ૫૪-૬)] આ યાત્રા જીવાત્માની આંતર ગતિથી છે: તેને બાહ્ય કાલની અથવા પંચાંગી સમયગણના લાગુ થતી નથી. કારણ કે, જગત અથવા ઇતિહાસની ઉત્પત્તિ કાલને આભારી છે; અને કાલ જ્યાં નથી, તે કાલાતીતતા આત્મ-ક્ષેત્રે હાય છે. ૨૫મા વર્ષથી કવિની નોંધપાથી તેમ જ પત્રવ્યવહારમાં જોતાં પણ આ જીવનપલટાની ઝળક જોઈ શકાય છે. જેમ કે, — સં૦ ૧૯૪૮ ના કારતકના કેટલાક પત્રો જોઈએ તે!, તેમાં લખ્યું છે: – - 66 કાળ વિષમ આવી ગયા છે. સત્સંગના જૅગ નથી, અને . વીતરાગતા વિશેષ છે, એટલે કાંય સાતું નથી, અર્થાત્, મન વિશ્રાંતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy