SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહજિજ્ઞાસુને વિષાદયોગ અસક્તબુદ્ધિ: સર્વત્ર જિતાત્મા વિગત-સ્પૃહ: નષ્કર્મેસિદ્ધિમ્ પરમામ્ સંન્યાસન અધિગચ્છતિ | સિદ્ધિ પ્રાપ્યો યથા બ્રહ્મ તથા ખોતિ નિબોધ મે સમાસેવ કૌતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા // [જેણે બધેથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઓ છોડી છે, જેણે પોતાની જાતને જીતી છે, તે સંન્યાસ વડે નૈષ્કર્મરૂપી પરમસિદ્ધિ પામે છે. (અ) ૧૮- ૪૯) હે કૌતેય, સિદ્ધિ મળ્યા પછી મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે. તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. તે જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. (અ) ૧૮-૫૦)]. ' અર્થાત, આ શ્લોકમાં કહેલી નૈષ્કર્મભાવના શ્રીમદે હાંસલ કરી છે, અને તેના શમ-સાધનાબળથી તે આગળ પ્રયાણ કરે છે. ગીતાકાર આગળની આ યાત્રાનું પાથેય તેમ જ તેને આલેખ નીચે પ્રમાણે નિરૂપે છે – બુદ્ધયા વિશુદ્ધયા યુક્ત: ધૃત્યાડમાન નિયમ્ય ચ | * શબ્દાદીન વિષયાંત્યકવા રાગદ્વેષ બુદસ્ય ચ | વિવિક્તસેવી લવાશી યત-વા-કાય-માનસ: | ધ્યાનયોગપર નિત્યં વૈરાગ્ય સમુપાશિત: //. અહંકારે બલ દર્પમ કામ ક્રોધ પરિગ્રહમ્ | વિમુચ્ચ નિર્મમ: શાંત: બ્રહ્મભૂયાય ક૫તે || [જેની બુદ્ધિ શુદ્ધ થયેલી છે, એવો યોગી દૃઢતાપૂર્વક પોતાને વશ કરીને, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને, રાગદ્વેષને જીતીને, એકાંત સેવીને, આહાર અલ્પ કરીને, વાચા-કાયા-મનને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં નિત્ય પરાયણ રહીને, વૈરાગ્યનો આશ્રય લઈને, અહંકારબલ-દર્પ-કામ-ક્રોધ-પરિગ્રહને ત્યાગ કરીને, મમતારહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય થાય છે. (અ૧૮, ૧૧-૩)], Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy