SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમત-સમાગમ ૧૫૯ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી.” અને એમ જણાવીને પોતાનું આત્મકથન લખતાં, પત્રમાં એને કવિ કહે છે – શિશયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકયો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શકયો. સંસારના બંધનથી ઈડાપહાભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલી થાત; (સર્વને માટે વિકલ્પીપાશું નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહ્યું છે.) અને વિકલ્પાદિક કલેશનો તે નાશ જ કરવા ઇચ્છયો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ; પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વસિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું, તેમ કોણ કરાવે? અર્થાત, શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યવહારિક જ્ઞાતાઓને પણ પરિચય થયો છે; તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, – માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા, કે જેને એ જ રમે રોમે રૂચિકર છે.” (ગ્રી - ૨૪૭૮) કવિશ્રીનો ત્રિપાઠી સાથેનો પત્રવ્યવહાર જે મળે છે, તે આ પ્રમાણે પૂરો થાય છે. આ કાળે કવિના અંતરમાં પ્રવર્તતી ઊંડા વિષાદમાંથી ફુરતી આત્મ-જિજ્ઞાસા એમાંથી દીવા જેવી પ્રગટ જોઈ શકાય છે. શાસ્ત્રાભ્યાસ અને સત્સમાગમ સહિત ચિંતન-મનનના પરિપાક રૂપે, એક પ્રકારની સ્વસ્થ દૃષ્ટિ પણ તેમાં રહેલી આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય સાધકને પાથેયરૂપ નીવડે એવી, કવિ જીવનની આ કાળની સંઘરાયેલી આ બધી અક્ષરદેહ-સામગ્રી પરમ બોધક છે. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy