SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ . સદ્દગુરુશરણની ભાવના. સત” સત જ છે, સરળ છે, સુગમ છે; સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ “સ”ને બતાવનાર “સ” જોઈએ. | (શ્રી.૧-૨૯૮) સતને વિશે પ્રીતિ, “સ-રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” (શ્રી.૧-૩૧૬) અગાઉ એક પ્રકરણમાં ગુરુના શરણ્ય વિષે ઉલ્લેખ આવ્યો હતો; તે વિષે કવિની ભાવના હતી તો તે કેવા પ્રકારની હતી, તે કાંઈક વિગતે વિચારવા જેવું ગણાય. આઈ-ધર્મસંસ્કૃતિએ ગુરુને મહિમા તે અપાર માન્યો છે: જેમ કે, જુઓ નીચેને ક – ગુર્રહ્મા, ર્વિષ્ણુઃ ગુર્વેવો મહેશ્વરઃ | गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ - મહાત્મા ગાંધી જેવા પુરુષે પણ પોતાના પ્રાતઃસ્મરણમાં એને સંઘર્યો છે; અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા અતિ તર્કશીલ અને બુદ્ધિપ્રમાણવાદી પુરુષ પણ સદ્ગુરુ, સત્સમાગમ વગેરેનું માહાસ્ય સાધક જીવનને માટે પરમ ઉપકારી માને છે; અને એ પ્રકારનો ભાવ એમનાં આ કાળનાં લખાણોમાં ઠેર ઠેર પ્રદર્શિત થતે મળે છે. બીજી બાજુએ જોઈએ તે, આ વસ્તુથી કેટલાય દંભ અને ગુરૂવાદી દેષાચાર પણ લોકોમાં એટલો જ ગતાનગતિક પ્રવાહ-બળ ધરાવતો જોવા મળે છે. અને તેથી ભક્ત કવિઓએ તે અંગે ગાઈને સૌને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy