SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) “ધર્મને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે, “અર્થ” ને “કામ” એવાં હોવાં જોઈએ કે, “ધર્મ” જેનું મૂળ હોવું જોઈએ. એટલા જ માટે “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઈચ્છે તે તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જે– ( અપૂર્ણ ) [ ૧૦૧ ] ૩૭ [ વર્ષ ર૩ મું ] ... આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) સાધી શકવાને વિશેષ યોગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઈચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy