SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૫ ) સમાધાન—સદ્ગુરુ ઉવાચ. ( આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:- ) દેહ માત્ર સયેાગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કાના અનુભવ વશ્ય? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન ૬૩ જે સયાગા દેખિએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહીં સયેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવા અનુભવ કાઇને, કયારે કદી ન થાય. ૬૫ કોઈ સયાગાથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેના કાઇમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; ખાળાદિ વય ત્રણ્યનું, ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારા તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy