SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ | ધન્ય આ ધરતી અને ઓળખવા માગતા પણ નથી, પેટ્રાએ ઉમેર્યું. એ બધાં મનોરંજનો ખાલી અચરજ પામવા માટે છે પરંતુ જો તમે કોઈ ચીજ જાતે બનાવો તો તમને સ્વમાન લાગે કે આ એવી વસ્તુ છે જે મેં બનાવી - છે. તમને બહારથી જ બધું મળ્યાં કરે એ પૂરતું નથી, તમારે તમારી અંદરથી જીવવું જોઈએ. તમે જો તમારી અંદરની શક્તિઓ જગાડો નહીં તો તમે નવા વિચારો સર્જી ન શકો. પેટ્રાએ વેધક વાત કરી. અમે અમારી સર્જનાત્મક શક્તિ ગુમાવી બેઠા છીએ. અમે ઘણું ઉત્તમ સંગીત સાંભળીએ છીએ પણ જાતે ગાતા નથી. નાટકો જોવા જઈએ છીએ પણ જાતે અભિનય કરી શક્તા નથી. લોકોની સર્જનશક્તિ અને નવી પહેલ કરવાની શક્તિ રૂંધાઈ ગઈ છે. સીગી કટાક્ષથી હસી, દાખલા તરીકે અમને સુપ માટે દુકાનમાં તૈયાર પેકેટ મળે છે. એમાં માત્ર પાણી નાખીને ગરમ જ કરવાનું હોય છે અને ઠંડું પાણી નાખો તો એ જ વસ્તુનું શરબત બને છે. પણ વખત બચાવ્યાનો આનંદ નથી ? મેં પૂછ્યું. બચાવેલા વખતનું કરવાનું શું? એણે સામો પ્રશ્ન કર્યો. આ બધું ઉપભોક્તાના . આનંદને નામે ચાલે છે પરંતુ આ જાતના સમાજમાં લોકોની સાચી ઈચ્છાઓ અને અભિલાષાઓ સંતોષાતી નથી. કઈ અભિલાષાઓ મારે વિગતો જોઈતી હતી. સીગી કંઈક ગંભીર બની. પછી બોલી : એકબીજા માટે પ્રેમ અને આદર તેમ જે આત્મવિશ્વાસ. અમારી ઉત્પાનપદ્ધતિઓ એવી છે કે એમાં આત્મવિશ્વાસ નથી મળતો. પરિણામે આત્મવિશ્વાસ ઊભો કરવા લોકો પૈસા ભેગા કરે છે. તે માને છે કે મારી પાસે બંગલો છે, મોટર છે, ટી.વી. છે, કેમેરા છે અને બીજી વસ્તુઓ છે. એટલે જિંદગીમાં મેં કંઈ પ્રાપ્ત કર્યું છે. એટલું હું સારો હોવો જોઉં. પેટ્રાએ આ મુદ્દો આગળ ચલાવ્યો. ઉપભોક્તાવાદ માત્ર ભૌતિક વસ્તુઓ આગળ જ નથી અટકતો. બૌદ્ધિક વસ્તુઓમાં પણ છે. અમારે ત્યાં તમે પોતાના વિચારો સર્જી શક્તા નથી. કોઈ તમને વિચારો પૂરા પાડે છે. દરેક વસ્તુ પૂરી પાડવામાં આવે છે. કૉલેજોમાં વિદ્યાર્થીઓને બધા વિચારો પ્રાધ્યાપક તરફથી પૂરા પાડવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નો પણ નથી ઉઠાવી શકતા. જ્યાં નવા વિચારો કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવી કૉલેજો શરૂ કરી છે તેમાં થોડા જ વિદ્યાર્થીઓ જાય છે. પરંતુ બીજી બાજુ, બધા વિદ્યાર્થીઓને વાસ્તવમાં પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે છે. તેથી અંદરથી તેઓ ભયભીત હોય છે. એ ભયોનો બદલો વાળવા તેઓ વધુ ઉપભોગ કરે છે અથવા હિંસા તરફ વળે છે. આ માંદા સમાજનાં લક્ષણો છે. દુનિયા ઉકેલ શોધી રહી છે, સીગીએ કહ્યું. પરંતુ આધુનિક ટેક્નોલોજી જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy