SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રત્યેક ઉકેલ એક નવી સમસ્યા અમદાવાદ આવેલી જર્મન યુવતી સીગી હે છે : અહીં આવતાં પહેલાં હું એક ગામડામાં ગઈ હતી. ત્યાં બધાં શેરીની બહાર આવેલા પંપ ઉપરથી પાણી લઈ આવે છે. મેં પણ પંપ ચલાવી પાણી કાઢીને ઘડો ભર્યો. એને માથા પર ઊંચકી ઘેર લઈ ગઈ, પણ મને ઘણી તક્લીફ પડી. ઘણુંખરું પાણી તો રસ્તામાં જ ઢોળાઈ ગયું. મેં જોયું કે ગામડાની નાની છોકરીઓ તો એક નહીં પણ એક ઉપર એક એમ બે ઘડા લઈ જતી હતી. મને થયું કે એ છોકરીઓ કેટલી મજબૂત છે. તેઓ આરામથી પાણી લઈ જતી હતી અને ખુશ દેખાતી હતી. હસીને એક્બીજા સાથે વાતો કરતી હતી. મને લાગ્યું કે અમે આર્થિક રીતે સમૃદ્ધ છીએ પણ આ લોકો કરતાં ચડિયાતા નથી. Jain Education International ૧૫ ઉપરાંત ત્યારે મને સમજાયું કે પાણી કેટલી બધી કીમતી વસ્તુ છે. એનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ અમારા દેશમાં તો નહાવા, ધોવા અને સફાઈ કરવામાં તેમ જ ઉદ્યોગોમાં પુષ્કળ પાણીનો બગાડ કરવામાં આવે છે. એ જ પ્રમાણે અમને દુકાનોમાં તૈયાર ખોરાક મળે છે એટલે અમને અનાજની કિંમત નથી સમજાતી. અમે બજારમાં વસ્તુઓની કિંમત પૈસાથી ચૂક્વીએ છીએ પણ અમને ખબર નથી હોતી કે એ વસ્તુઓના ઉત્પાદનનો સાચો ખર્ચ શું છે? સીગીની સાથે બીજી યુવતી છે, પેટ્રા. બંને જર્મનીની ટ્રીએર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ટ્રીએર એટલે કાર્લ માર્કસની જન્મભૂમિ અને કર્મભૂમિ. આ યુવતીઓએ પોતાના પી.એચ.ડી.ના મહાનિબંધ માટે વિષય પસંદ કર્યો છે ‘ટકાવી શકાય તેવો વિકાસ', જે વિષય હવે પશ્ચિમના દેશોમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને એ માટે એમને ગાંધીજીની વાત ઘણી ઉપયોગી લાગે છે. તેથી થોડા દિવસ અમદાવાદ આવી છે. મારી સાથે ઝૂંપડાંમાં પણ જવા માગે છે. સીગીએ ભાર મૂક્યો કે અમારે જિંદગીની ગતિ ધીમી કરવી જોઈએ. શા માટે ? મેં પૂછ્યું. કારણ કે તો જ એ શક્ય છે કે લોકો ફરીથી એકબીજાની નજીક આવી શકે. અમારા સમાજમાં માણસ પાસે ઘણી શક્યતાઓ છે. તમે સિનેમા જોવા જાઓ, ટેલિવિઝન જુઓ, પ્રવાસ કરો, 'પબ'માં દારૂ પીવા જાઓ, સ્વીમિંગ-પુલમાં જાઓ, તરહતરહનાં આકર્ષણો છે. એ બધું તમે એકલાએકલા પણ કરી શકો અથવા એવા લોકો સાથે કરી શકો જેમને તમે ખરેખર ઓળખતા નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy