SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૦ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? વિશ્વકલ્યાણકર, અનંતકરુણાનિધાન સર્વોત્કૃષ્ટ ઉપકારી અરિહંત પરમાત્માની ભક્તિ, એ મુક્તિની દૂતી છે. પરમાત્માની ભક્તિ, ભક્ત પોતાના અંતઃકરણનો ભક્તિભાવ, કૃતજ્ઞભાવ, સમર્પણભાવ વ્યક્ત કરવા માટે કરવાની છે અને એથી જ પોતાને જે મળ્યું, તે પોતાની શક્તિ મુજબ પ૨માત્માની સેવામાં સમર્પિત ક૨વાનું છે. આમ છતાં ‘પ્રભુપૂજા પરદ્રવ્યથી કેમ ન થાય ? દેવદ્રવ્યથી કેમ ન થાય ?' એવો પ્રશ્ન હમણાં હમણાં ખૂબ જ ચર્ચાના ચગડોળે ચડાવ્યો છે. વર્ષો સુધી ‘પ્રભુપૂજા તો સ્વદ્રવ્યથી જ કરાય, પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી નહિ ?’ – એવું પ્રતિપાદન કરનારાઓ પૈકીનો જ કેટલોક વર્ગ છેલ્લા થોડા સમયથી જુદા રાહે ફંટાયો છે અને તે વર્ગ ‘પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ', એવો કોઈ નિયમ નથી. ‘શું એવો કોઈ એકાંત નિયમ છે કે પ્રભુપૂજા પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ન જ કરાય' –– આમ ‘એકાંત’ શબ્દને નિરર્થક આગળ કરીને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના શાસ્ત્રીય વિધાન સામે સૂગ પેદા કરી ‘પ્રભુપૂજા માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્ય વાપરી શકાય, એમાં કશો દોષ નથી પણ લાભ જ છે’, એવાં પ્રતિપાદનો કરી રહ્યો છે અને એ વિચારધારાનો પ્રચાર એવી રીતે કરે છે કે જેનાથી અજ્ઞાન, અલ્પજ્ઞ વર્ગ ભ્રમમાં પડે કે મુંઝાયા કરે. ૧૩૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy