SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે, કુમારપાલ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમલથી હંમેશા પૂજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાલ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પૂજા કરાતી જોવાય છે. કેમ કે નાણું પણ ધાતુમય છે. તેમજ આ વિષયમાં આવા પ્રકારનો વૃદ્ધવાદ પણ છે કે, શ્રી સુમતિસાધુસૂરિના સમયમાં માંડવગઢમાં મલિક શ્રી માફરે ગીતાર્થોની સુવર્ણ ટાંકોથી પૂજા કરી હતી. (હરિપ્રશ્ન-૩, પ્રકાશ-પેજ-૨૦૪) આથી એ સ્પષ્ટ દીવા જેવી હકીક્ત છે કે ગુરુપૂજાની પ્રણાલી પ્રાચીન તેમજ સુવિહિત પરંપરામાન્ય છે ને ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપ ગણાય ને તે જીર્ણોદ્ધારનાં કાર્યમાં જ વપરાય તે પણ વાસ્તવિક ને સુવિહિત મહાપુરુષોની પરંપરાથી માન્ય છે. આ વિષયમાં દ્રવ્ય સપ્તતિકા આદિ અનેક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પણ અત્રે આ નાની પુસ્તિકમાં તે બધો વિસ્તાર કરવો અપ્રાસંગિક હોવાથી ટૂંકાણમાં સ્વપ્નદ્રવ્ય તે દેવદ્રવ્ય છે, ને તે દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી પ્રભુભક્તિના કાર્યમાં થાય તેમજ તેનું રક્ષણ તેમજ વ્યવસ્થા કેવી રીતે કરવી ? ઇત્યાદિ વિષયોને અનુલક્ષીને ઉપયોગી હકીક્તોની ખૂબ જ સ્પષ્ટતાથી સચોટ રીતે પુનરુક્તિના દોષને નહિ ગણકારતાં અત્રે રજૂઆત કરી છે. સુજ્ઞ વાચકવર્ગ હંસ-ક્ષીર ન્યાયે નિષ્પક્ષભાવે પ્રસ્તુત પુસ્તિકાનું અવગાહન કરીને શાંત-સ્વસ્થ ચિત્તે મનન-નિદિધ્યાસન કરીને સારને ગ્રહણ કરે એ શુભકામના. સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે' પુસ્તકમાંથી સાભાર. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૩
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy