SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંદર ૨૭૧ પ્રસ્તાવના જોવી. ૬૩. જુઓ : અંગવિખ્ખા (મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત) પ્રથમ અધ્યાય, શ્લોક ૨. ૬૪. એક એવી માન્યતા છે કે અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન ઉપર ગ્રીસ અને રોમની અસર છે; પરંતુ આ મત સ્વીકાર્ય નથી કેમ કે રાશિ-ગ્રહ-નક્ષત્ર-વ્યતિપાતના સ્વરૂપે જ્યોતિષનો પ્રચાર ગ્રીકોના આગમન પૂર્વે આપણા રાષ્ટ્રમાં વિદ્યમાન હતો., મેક્સ મ્યૂલર પણ નોંધે છે કે આકાશનું રહસ્ય જાણવાની ભારતીયોની ભાવના વિદેશી પ્રભાવથી ઉદ્દભવી ન હતી પણ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ હતી (સેક્રેડ બુક્સ ઑવ ધ ઇસ્ટ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૩૦). ફ્રેન્ચ પ્રવાસી ફ્રાન્ક્વીસ બર્નીયર પણ આ મતનું સમર્થન કરે છે (જુઓ પાદનોંધ ૬૨માં ઉલ્લિખિત ગ્રંથની પ્રસ્તાવના, પૃષ્ઠ ૩૧). ૬૫. મનુસ્મૃતિ, અધ્યાય ૬, શ્લોક ૫૦; બ્રહ્મજ્ઞાનસૂત્ત, પૃષ્ઠ ૧૬થી ૧૮ (રીઝ ડેવિડ્ઝ સંપાદિત); નાતગ્રંથો (૬, ૨૯૦; ૨, ૨૧, ૨૦૦, ૨૫૦; ૩, ૧૨૨, ૧૫૮, ૨૧૫; પૃષ્ઠ ૨૧૧ અને ૪૫૮); થાનાંળસૂત્ત, ૩, ૬, ૭૮; ઉત્તરાધ્યયનસૂત્ત, અધ્યાય ૮, શ્લોક-૧૩, પૃષ્ઠ ૩૧૪; પિિન, ૧.૪.૩૯, રૂ.૨.૫.૫૩, ૪.૩.૭૩ (તથા રૂન્ડિયા નોન ટુ પાળિનિ, પૃષ્ઠ ૩૨૬-૨૭). ૬૬. ઉત્પત્તિ, નિમિત્ત, નક્ષત્ર અને અંગવિદ્યાના વિજ્ઞાનોનો ઉપયોગ કરનાર પાસેથી બ્રાહ્મણોએ દક્ષિણા સ્વીકારવી નહીં એવું મનુસ્મૃતિ નોંધે છે. બૌદ્ધો પણ એના સાધુઓને આ વિજ્ઞાનનો ઉપયોગ ન કરવાનું સૂચવે છે. બ્રહ્મજ્ઞાનસૂત્તમાં નિમિત્ત, ઉત્પત્તિ, અંગવિદ્યા, વાસ્તુવિદ્યા, યુદ્ધવિદ્યા અને નૈમિત્તવિદ્યાના વિજ્ઞાનોનો નિષેધ દર્શાવાયો છે. એટલે કે આ બધાંનો વિનિયોગ ના કરવો. જૈનો પણ આવી વિદ્યાઓ પ્રત્યે પ્રતિબંધ સૂચવે છે. ઉત્પત્તિ, નિમિત્ત, મંત્ર, ચિકિત્સા, કલા, આવરણ, અજ્ઞાન, મિથ્યાપ્રવચન વગેરે વિદ્યાઓ થાંગસૂત્ત પ્રમાણે પાપયુક્ત છે માટે તેનો વ્યવહાર ના કરવો. તો સમવાયાં સૂત્તમાં ભૌમ, ઉત્પત્તિ, સ્વપ્ર, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, અર્થકામ, મંત્રાનુયોગ, યોગાનુયોગ વગેરેનો નિષેધ સૂચવ્યો છે. જેઓ સંગવિદ્યાનોનો વ્યવહાર કરે છે તેઓ ઉત્તરાધ્યયનસૂત્ત પ્રમાણે શ્રમણ નથી. (આ બધાં વિધાનોનાં સંધર્મ માટે જુઓ પાદનોંધ ૬૫). ૬૭. જુઓ : ગંવિષ્ના ગ્રંથમાંની વાસુદેવ શરણ અગ્રવાલની હિન્દી પ્રસ્તાવના, પૃષ્ઠ ૫૭. ૬૮. આ ગ્રંથનો પ્રકાર સંહિતાનો છે. એનો સમાવેશ આગમોમાં પણ થયો છે. ઉભયમાં એટલે સંહિતા અને આમમાં એક કરતાં વધારે લેખકોનો એમાં સહયોગ હોય છે. આથી, આ ગ્રંથ પણ સંખ્યાબંધ મુનિઓ દ્વારા રચાયો હોવાનો સંભવ છે. ગ્રંથના આંતર્સ્વરૂપનો અભ્યાસ પણ આ બાબતને સમર્થે છે. આ ગ્રંથમાં ક્યાંય એના રચિયતાની કે રચયિતા વિશેની કોઈ નોંધ નથી. જેમ કર્તા વિશે છે તેમ તેના કાર્ય પ્રદેશ વિશે છે. આ ગ્રંથના રચના પ્રદેશ વિશે કોઈ ચોક્કસ નિર્ણય દર્શાવી શકાતો નથી. ૬૯. જુઓ પ્રાકૃત સાહિત્ય ા કૃતિહાસ, પૃષ્ઠ ૧૨૩થી ૧૨૯. ૭૦. ૧૯૫૭માં પ્રાકૃત ગ્રંથ પરિષદ (વારાસણી)ના ઉપક્રમે આ ગ્રંથ પ્રકાશિત થયો છે. મોતીચંદ્રજીએ આ ગ્રંથ વાસ્તે અંગ્રેજીમાં પ્રસ્તાવના લખી છે, તો વાસુદેવ શરણ અગ્રવાલે હિન્દી પ્રસ્તાવના લખી છે. તેમણે સિક્કાઓ વિશે અંગ્રેજીમાં પણ એક નોંધ લખી છે. પુણ્યવિજયજીએ હિન્દી પ્રસ્તાવનામાં આ ગ્રંથના આંતર-બાહ્ય સ્વરૂપ વિશે સંક્ષિપ્તમાં પણ વ્યાપક ચર્ચા સમાવી છે. ૭૧. વિહારપ્રથાને કારણે જૈન મુનિઓ વિભિન્ન પ્રદેશમાં વિહરતા રહેતા હોઈ વિવિધ પ્રાદેશિક ભાષામાં પ્રચલિત રૂઢિપ્રયોગોની અસર એમનાં લખાણમાં વર્તાય છે. પરિણામે પ્રાકૃત ભાષા પ્રાદેશિક અસર સાથે પરિપુષ્ટ થતી રહી, જેમાંથી ત્રણ પ્રાદેશિક પદ્ધતિઓ વિશેષભાવે પ્રચારમાં ૨હીઃ સૌરસેની પ્રાકૃત, પૈશાચી પ્રાકૃત અને મહારાષ્ટ્રી પ્રાકૃત. ૭૨. પરિશિષ્ટ એકમાં અંગવિદ્યા સાથે સંબંધિત એવા એક અપૂર્ણ ગ્રંથને સમાવિષ્ટ કરી પ્રકાશિત કર્યો છે. આદિ-અંત વિનાના આ ગ્રંથ વિશે કોઈ નિર્ણય શક્ય નથી. બીજા પરિશિષ્ટમાં અંગવિધાશાસ્ત્ર અનુચૂત શબ્દોનો પરિચય અકારાદિક્રમે નિરૂપ્યો છે. સંસ્કૃત શબ્દોના પ્રયોગ પણ એમાં સમાવિષ્ટ છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy