SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ક્ષત્રપકાલીન ગુજરાત આમ, આ પરિશિષ્ટ શબ્દકોશની દષ્ટિએ ધ્યાનાર્હ છે. તો ક્રિયાપદોનો સંગ્રહ પરિશિષ્ટ ત્રીજામાં છે. આ શબ્દસંગ્રહ પ્રાકૃતવિદો માટે અમૂલ્ય ખજાના જેવો છે. ચોથા પરિશિષ્ટમાં મનુષ્યનાં અંગો વિશેનાં નામ સંગૃહીત છે અને તે ત્રણ ભાગમાં વિભાજિત છે. પહેલા વિભાગમાં સ્થાનનિર્દેશ સંબંધિત. અંગોની સૂચિ છે. બીજામાં પ્રસ્તુત ગ્રંથના લેખકે મનુષ્યના અંગોને ૨૭૦ પ્રકારમાં વહેંચ્યા છે તેની સૂચિ રજૂ થઈ છે. આ સૂચિ અકારાદિક્રમે છે. ત્રીજા ભાગમાં, લેખકે જે ક્રમે અંગનામો વર્ણવ્યાં છે તેની સૂચિ છે. આ પરિશિષ્ટ ગ્રંથના નવમા અધ્યાયના પૃથક્કરણરૂપે છે એમ કહી શકાય. સાંસ્કૃતિક ઇતિહાસનાં અધ્યયનની દૃષ્ટિએ આ પરિશિષ્ટ ઉપયોગી છે. છેલ્લા અને પાંચમાં પરિશિષ્ટમાં સાંસ્કૃતિક નામોના વિપુલ સંગ્રહ છે. આ સંગ્રહને મનુષ્ય, દેવદેવી, વનસ્પતિ અને પશુપક્ષી એવા ચાર વિભાગમાં પ્રસ્તુત કર્યો છે. પ્રત્યેક વિભાગમાં અનેકાનેક ઉપવિભાગો છે, જેની સંખ્યા ઓગણચાલીસ છે. આ સૂચિ અકારદિક્રમે નથી. આ પરિશિષ્ટ સાંસ્કૃતિક માહિતીના અભ્યાસાર્થે મૂલ્યવાન સામગ્રી હાથવગી કરી આપે છે. આમ, કુલ ૯૬ પૃષ્ઠ મારફતે સંપાદકે વાચકને સારી સહાયતા બક્ષી છે. ૭૩. જુઓ : અંવિના, પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧. ૭૪, આ વિશે વિગતે જાણકારી મેળવવા માટે તથા પ્રકરણ પ્રમાણે ગ્રંથને સમજવા માટે જુઓ રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૬ (‘અંગવિજ્જા'નો સમય અને તેમાં પ્રતિબિંબિત સંસ્કૃતિ). ૭૫. આ ગ્રંથના રચનાપ્રદેશ અંગે અને એના સમયનિર્ણય બાબતે વ્યાપક ચર્ચા આ લેખકે કરી છે. જુઓ રસેશ જમીનદાર, “ધ ડેટ એન્ડ પ્લેસ ઑવ અંગવિજ્જા', પ્રાચ્ય પ્રતિભા, પુસ્તક ૪, અંક ૨, પૃષ્ઠ ૧૦૧થી ૧૦૬, સાગર, અને ઇતિહાસ સંશોધન, પ્રકરણ ૧૬ . ૭૬. મોતીચંદ્રની પ્રસ્તાવના પૃષ્ઠ ૩૬ અને વાસુદેવશરણ અગ્રવાલની પ્રસ્તાવના પૃષ્ઠ ૯૪. આ ગ્રંથના ૧૯૫૭માં થયેલા પ્રકાશન પછી આ ગ્રંથના રચનાપ્રદેશ અને રચનાકાળ બાબતે વિશેષ કોઈ ચર્ચા થઈ હોવાનું આ લેખકની જાણમાં નથી. આથી, અહીં તે અંગે થોડી ચર્ચા આમેજ કરી છે.' ૭૭. ‘પ્રાકૃત ગ્રંથ પરિષદ'ના પ્રધાન સંપાદકોએ એમના પુરોવચનમાં આવું વિધાન કર્યું છે. જુઓ અંગ્રેજી પ્રસ્તાવના પૃષ્ઠ ૬. ૭૮. પેરિપ્લસ, ફકરો ૪૪. ૭૯. પેરિપ્લસના રચનાકાળ વિશે એકમતિ નથી. પરંતુ આ વિશે રમેશચંદ્ર મજુમદારે અગાઉ પ્રચલિત વિવિધ મતોનો નિર્દેશ કરી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. (ઇહિર્પો.. પુસ્તક ૩૮, નંબર ૨-૩, ૧૯૬૨, પૃષ્ઠ ૮૯થી). હાલ પૂરતું આપણે પેરિપ્લસને ઈસુની પહેલી સદીના અંતમાં મૂકી શકીએ. ૮૦. સંવિના, પૃષ્ઠ ૧૫૨ અને ૧૬૮. ૮૧. એવું મુનિ પુણ્યવિજયજીએ નોંધ્યું છે. જુઓ પ્રસ્તાવના પૃષ્ઠ ૧૩. ૮૨. ઉમાકાંત પ્ર.શાહ, સ્ટડીઝ ઈન જૈન આર્ટ, ૧૯૫૫, પૃષ્ઠ ૭૭. ૮૩. જુઓ એવિજ્ઞા, પૃષ્ઠ ૬૫ અને ૧૬૩. ૮૪. જુઓ ઉમાકાંત શાહ, ઉપર્યુક્ત, પાદનોંધ ૮૨, આકૃતિ ૧૩, ૧૧, ૭૯, ૮૧. ૮૫. સંવિના, પૃષ્ઠ ૬૬. ૮૬. અહીં એ નોંધવું જોઈએ કે ગુપ્તકાળથી અંગવિદ્યાની પદ્ધતિને સ્થાને જયોતિષવિદ્યાનો આરંભ થયો, જે અદ્યાપિ સર્વમાન્ય છે. (બશમ, વન્ડર ધેટ વૉઝ ઇન્ડિયા, ૧૯૫૯, પૃષ્ઠ ૪૯૦). આથી પણ સૂચિત થાય છે કે અંગવિદ્યા વિશેનો પ્રસ્તુત ગ્રંથ ગુખોના સત્તાકાળ પૂર્વે લખાઈ ગયો હતો. ૮૭. ભો. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૮-૯૯. ૮૮. એજન, પૃષ્ઠ ૧૬૬-૧૬૭. ૮૯. ઉમાકાંત શાહ, ‘ગુજરાતના કેટલાક પ્રાચીન પંડિતો', બુદ્ધિપ્રકાશ, પુસ્તક ૯૯, પૃષ્ઠ ૩૦૨થી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy