SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બાર પાદનોંધ ૧. આ બાબતની વધુ વિગત વાસ્તે જુઓ રસેશ જમીનદારનાં કેટલાંક લખાણ (૧) ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો', ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૪મા (અમદાવાદ) જ્ઞાનસત્ર પ્રસંગે મુખ્ય વક્તા તરીકેનું વ્યાખ્યાન, ૨૩.૬.૨૦૦૬; (૨) ‘આપણી સંસ્કૃતિની વિસ્તરતી ક્ષિતિજો : અવલોકિત વિશ્લેષણ', ફા.ગુ.સ.ઐ., પુસ્તક ૬૭ અંક ૪ અને પુસ્તક ૬૮, અંક ૧, ૨૦૦૨-૨૦૦૩, પૃષ્ઠ ૨૨૦થી ૨૨૯ અને પૃષ્ઠ ૧૦થી ૧૮-અનુક્રમે; (૩) ‘ઐતિહાસિક અવશેષોનાં સંરક્ષણમાં પ્રજાકીય સહયોગ', ગુજરાત દીપોત્સવી, વિ.સં.૨૦૫૭, પૃષ્ઠ ૧૦૯થી ૧૧૫. ૨૧૫ ૨. આ અંગેના વિશેષ વિવરણ વાસ્તે જુઓ રસેશ જમીનદારનાં લખાણ : પાદનોંધ ૧માં દર્શાવ્યા મુજબ ક્રમાંક (૧) અને (૨) અંકિત લેખ. ૩. આપણા રાષ્ટ્રના ઇતિહાસપ્રસિદ્ધ તીર્થસ્થાન દ્વારકા નગરીના સમુદ્રમાં ડૂબેલા અવશેષો રાવે શોધીને આપણી સંસ્કૃતિનાં ઘણાં રહસ્યો ફ્રૂટ કર્યાં છે તે ધ્યાનાર્હ અને પ્રશંસાર્હ ઘટના છે. આ માટે જુઓ શિ.૨.રાવ સંપાદિત ગ્રંથ મરાઇન આર્કિયૉલોજી ઑવ ઇન્ડિયન ઓશનિક કન્ટ્રિઝ, ગોવા, ૧૯૮૮. ગોવામાં આ અંગેની એક સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે અને જલીય અન્વેષણો કરે છે. ૪. દિલ્હી સ્થિત સેન્ટર ફૉર રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન હિસ્ટરી, આર્કિયૉલૉજી એન્ડ પૅલિયોએન્વિરૉન્મેન્ટ' એ ઇન્ડિયન આર્કિયૉલૉજિકલ સોસાયટીની એક કાર્યરત શાખા છે. તેના તરફથી ‘ઇન્ડિયન ઑશન આર્કિયૉલૉજી' વિભાગ શરૂ થયો છે. આ વિભાગ તરફથી થતી રહેતી પ્રવૃત્તિઓનાં પરિણામ પ્રજાપ્રત્યક્ષ થાય એવા આશયથી હવે એક સામયિક શરૂ કર્યું છે અને તેનો પહેલો અંક ૨૦૦૪ના પ્રારંભે ‘જર્નલ ઑવ ઇન્ડિયન ઓશન આર્કિયૉલૉજી'ના નામે પ્રગટ થયો છે. સદ્ભાગ્યે અને અકસ્માતેય આ પ્રથમ અંકમાંના લગભગ બધા જ લેખ કામરેજ, સંજાણ, હાથબ અને ખંભાતમાંથી પ્રાપ્ત બંદરીય અવશેષોને લગતા છે. ૨૦૦૨ અને ૨૦૦૩નાં વર્ષ દરમ્યાન સ્વરાજ પ્રકાશ ગુપ્તાના વડપણ હેઠળ પ્રસ્તુત સંસ્થાના પુરાવિદોએ હાથ ધરેલાં ઉત્ખનનીય અન્વેષણોનાં પરિણામ બહુ વિગતે અને તે પણ જરૂરી એવા આલેખો, રંગીન ફોટોગ્રાફ્સ, રેખાચિત્રો વગેરેના સહયોગથી પ્રસ્તુત કર્યાં છે. અહીં આ અંકના આધારે થોડી માહિતી પ્રસ્તુત કરી છે. હકીકતે તો આ અંકનાં લખાણોનો ગુજરાતી અનુવાદ, રાજ્ય સરકારના પુરાતત્ત્વ ખાતાએ કે વડોદરાની મ.સ. વિશ્વ વિદ્યાલયના પુરાવસ્તુવિદ્યાના વિભાગે, સત્વરે પ્રકાશિત કરવાની જરૂર છે. ૫. ૨૦૦૩માં થયેલા ઉત્ખનનીય અહેવાલ વાસ્તે જુઓ એસ.પી.ગુપ્તા વગેરે લિખિત પ્રકરણ ‘આઁન ધ ફાસ્ટ ટ્રેક ઑવ ધ પેરિપ્લસ : એફ્ટવેશન એટ કામરેજ', જર્નલ ઑવ ઇન્ડિયન ઓશન આર્કિયૉલૉજી (હવે પછી જઈઓઆ), પૃષ્ઠ ૯થી ૩૪. ૬. ૨૦૦૩માં હાથ ધરેલાં કામરેજના પુરાવસ્તુકીય અન્વેષણ પૂર્વે વડોદરાના ગાયકવાડી રાજ્યના પુરાવિદોએ વીસમી સદીના ત્રીસીના દાયકામાં કામરેજના પુરાવશેષીય સ્થળની ભાળ મેળવી હતી; અને ૧૯૩૫૩૬માં એનો અહેવાલ પણ પ્રગટ થયેલો. અહેવાલ અનુસાર કામરેજના ટીંબા પાસેથી વિશાળ ઈંટેરી દીવાલ અને થોડાક સિક્કા હાથ લાગ્યા હતાં. પચાસના દાયકામાં વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવિદ ડૉ. બી. સુબ્બારાવે તોલમાયની ભૂગોળમાં ઉલ્લિખિત Kammanes એ જ કામરેજ એમ ઓળખાવ્યું હતું. ૧૯૬૧માં રાષ્ટ્રીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થાએ આ સ્થળને ‘સુરક્ષિત ઈમારત' જાહેર કરી હતી. ગુજરાત રાજ્ય પુરાતત્ત્વખાતાના કાર્યકર્તાઓએ પણ કામરેજના ટીંબાની મુલાકાત લીધી હતી. પરંતુ અલાહાબાદ મ્યુઝિયમના ડૉ. સુનિલ ગુપ્તાએ ૧૯૯૨માં પોતાના વિદ્યાવાચસ્પતિના શોધનિબંધ અંતર્ગત કામરેજને મૂલ્યવાન સ્થળ તરીકે ઓળખાવ્યું હતું (એજન, પૃષ્ઠ .૧૪). ૭. આ વિશે સચિત્ર વિગતવાર માહિતી મેળવવા માટે જુઓ સોનાલી ગુપ્તાનો લેખ ‘પૉટરી ફ્રૉમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy