SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૧ | ગાથા : ૨૧-૨૨-૨૩ ૨૧ નહિ. માટે ભગવતીસૂત્રના વચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સ્થાપન કરી શકાય નહિ. ll૧/૨૧૫. અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે લવણસમુદ્રની શિખામાંથી જતા જંઘાચારણ મુનિ આરાધક થાય નહિ. માટે જંઘાચારણ આદિ મુનિ સુચકદ્વીપાદિમાં જઈને પ્રતિમાને નમ્યા છે એ કથન, કથનમાત્ર જ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : સત્તર સહસ જોયણ જઈ ઉંચા, ચારણ તીર્ધા ચાલે; સમવાયાંગે પ્રગટ પાઠ એ, સ્યુ કુમતિ! ભ્રમ ઘાલે રે? જિનાજી! ૨૨ ગાથાર્થ : સત્તર હજાર યોજન ઊંચા જઈ, ચારણ તિછ ચાલે છે એ પાઠ શ્રીસમવાયાંગસૂત્રમાં પ્રગટ છે માટે હે કુમતિ ! તું ભ્રમ કેમ ઘાલે છે ભ્રમ કેમ રાખે છે ? II૧/રશા ભાવાર્થ - રુચકદ્દીપાદિમાં જવા માટે ચારણ મુનિ લવણસમુદ્રની શિખામાંથી જવામાં અષ્કાય જીવોની વિરાધનાના નિવારણ અર્થે સત્તર હજાર યોજન ઊંચા જાય છે અને ત્યારપછી તિર્થી ચાલે છે એ પ્રમાણે શ્રીસમવાયાંગસૂત્રમાં પ્રગટ પાઠ છે. માટે કુમતિએ એ ભ્રમ રાખવો જોઈએ નહિ કે શ્રીભગવતીસૂત્રનું કથન, કથનમાત્ર જ છે પરંતુ શ્રીભગવતીસૂત્રના વચનથી સ્થાનકવાસીઓએ માનવું જોઈએ કે ચારણ મુનિઓએ જિનપ્રતિમાને વંદન કર્યા છે. I૧/રશા અવતરણિકા : આગમમાં “ચૈત્ય” શબ્દ અનેક ઠેકાણે ઉપલબ્ધ છે. તે ચૈત્ય શબ્દ જ્ઞાન અર્થમાં પણ વપરાય છે તેથી જંઘાચારણ મુનિઓએ ભગવાનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy