SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથાઃ ૧૩, ૧૪-૧૫ ગાથાર્થ - દશવૈકાલિકસૂત્રમાં ચિત્રના સ્થાને રહેલી નારીને જોવાથી સાધુને વિકાર થાય છે માટે ચિત્રમાં રહેલી સ્ત્રીને જોવામાં દૂષણ બતાવ્યું છે, તો જિનપ્રતિમાને જોઈને જિનગણના સ્મરણરૂપ પરિણામને કારણે ગુણ કેમ ન થાય ? અર્થાત્ ગુણ થાય. /૧/૧all ભાવાર્થ : દશવૈકાલિકસૂત્રમાં સાધુને ચિત્રમાં રહેલી નારીને જોવાનો નિષેધ કર્યો છે અને કહ્યું છે કે ચિત્રગત નારીને જોવાથી વિકાર થવાને કારણે દોષપ્રાપ્તિ થાય છે અને ચિત્રગત નારી એ નારીનો સ્થાપનાનિક્ષેપો છે તેથી દશવૈકાલિકના વચનાનુસાર નારીનો જો સ્થાપનાનિક્ષેપો વિકારનું કારણ બની શકે છે તો જિનપ્રતિમાને જોઈને જિનગુણના સ્મરણને કારણે વીતરાગ પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થવાથી ગુણની પ્રાપ્તિ કેમ ન થાય ? અર્થાત્ થાય. જેમ નારીના ચિત્રને જોવાથી અશુભભાવથી કર્મબંધ થાય છે તેમ જિનપ્રતિમાનાં દર્શન કરવાથી શુભભાવ થવાથી નિર્જરા થાય છે. ll૧/૧૩ અવતરણિકા : જંઘાચારણ લબ્ધિવાળા મુનિઓ જિનપ્રતિમાને નમે છે માટે પણ જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : રુચકદ્વીપે એક ડગલે જાતાં, પડિમા નમિય આણંદે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વંદે રે. જિનજી! ૧૪ ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કરી; પંડગવન નંદન બહાં પડિયા, ઊર્ધ નમે ઘણેરી રે. જિનાજી! ૧૫ ગાથાર્થ - એક ડગલે રુચકદ્વીપે જાતાં પ્રતિમાને નમીને આનંદ પામે છેઃ જંઘાચારણ લબ્ધિવાળા મુનિ આનંદ પામે છે, આવતાં રુચકદ્વીપથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy