SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ P ૩પ૦ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો [૧] સાંખ્યદર્શન (૧) લક્ષ્મસંગ્રહ- આના કર્તા ભટ્ટ નરોત્તમ છે. આના ઉપર રત્નશેખરસૂરિએ ટીકા રચી છે." [૨] યોગદર્શન (૧) યોગસૂત્ર (ઉ. વિક્રમની ચોથી સદી)– આના કર્તા પતંજલિ છે. એમનો સમય ઇ.સ. પૂર્વે બીજી સદીથી .સ.ની ચોથી સદીનો ગાળો છે. આ યોગસૂત્રમાં સાંખ્ય' દર્શન અનુસાર યોગની પ્રક્રિયાનું સાંગોપાંગ વર્ણન છે. આ ચાર પાદમાં કુલ્લે ૧૯૫ સૂત્રમાં વિભક્ત છે. આ સુપ્રસિદ્ધ ગ્રન્થ ઉપર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ વૃત્તિ રચી છે. [૩] વૈશેષિક દર્શન (૫) સપ્તપદાર્થી– આના કર્તા શિવાદિત્ય છે. એમની બીજી કૃતિ તે લક્ષણમાલા છે. કેટલાક શિવાદિત્યને જ વ્યોમવતીના કર્તા વ્યોમશિવ તરીકે ઓળખાવે છે. એ ગમે તે હો પણ એમણે વૈશેષિક દર્શનની અને ન્યાયદર્શનની સરિતાઓને એક તંત્રરૂપે આ સપ્તપદાથી દ્વારા યોજી છે. આ કૃતિ વિ. સં. ૧૦૦૦ની આસપાસમાં રચાઈ છે. એમાં ૩૨૨ સૂત્રો છે. પછી નિમ્નલિખિત પદ્ય છે. – “સપ્તદીપ ધરા યાવત્ યાવત્ સપ્ત ધરાધરા : | तावत् सप्तपदार्थीयमस्तु वस्तुप्रकाशिनी ॥' વૈશેષિકોને ‘પદાર્થવાદી' તરીકે સામાન્ય રીતે પ્રાચીન સમયમાં ઓળખાવાતા હતા પરંતુ કાલાંતરે તેમણે “અભાવ' નામનો સાતમો પદાર્થ સ્વીકાર્યો હતો. આ સ્વીકાર સ્પષ્ટપણે પ્રસ્તુત સપ્તપદાર્થમાં દૃષ્ટિગોચર થાય છે. વ્યાખ્યા- “સપ્તપદાર્થી ઉપર છ જૈન વિવરણો રચાયાં છે. તેમાં જિનવર્ધમાનસૂરિકૃત સંસ્કૃત વ્યાખ્યા પ્રાચીનતમ છે અને એ મહત્વનું સ્થાન ભોગવે છે. એઓ ખરતર' ગચ્છના જિનરાજસૂરિના પટ્ટધર અને ખરતરની પિપ્પલક શાખાના સ્થાપનાર અને વાલ્મટાલંકારના વૃત્તિકાર થાય છે. એ ઈ.સ. ૧૪૦૬થી ઈ. સ. ૧૪૧૯ સુધી “સૂરિ' પદથી વિભૂષિત હતા. એમણે જેસલમેરના ધર્મપ્રેમી નૃપતિ P ૩૫૧ ૧. આવો ઉલ્લેખ પં. સુખલાલે કર્યાનો અને આ ટીકાની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મું.”માં છે એમ શ્રીઅગરચંદ નાહટાએ પોતાના એક લેખ (પૃ. ૨૮૮)માં કહ્યું છે. પરંતુ જિ. ૨. કો. (વિ. ૧)માં તો આ નામે એની નોંધ નથી. ૨. આ કૃતિ ન્યાયાચાર્ય યશોવિજયગણિની વૃત્તિ સહિત “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાઇ છે. ૩. આનાં નામ સમાધિ, સાધન, વિભૂતિ અને કૈવલ્ય છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨ ૫. આ કૃતિ જિનવર્ધનસૂરિકૃત વ્યાખ્યા, સંક્ષિપ્ત અંગ્રેજી પ્રસ્તાવના તેમ જ મૂળ કૃતિનાં સૂત્રોની અકારાદિ ક્રમે સૂચી સહિત “લા. દ. વિદ્યામંદિર” તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૬૩ માં પ્રકાશિત કરાઈ છે. અને એનું સંપાદન ડો. જિતેન્દ્ર સે. જેટલીએ કર્યું છે. મૂળ કૃતિ તેમજ એનાં અન્ય વિવરણો આ પૂર્વે છપાયાં છે. [બીજ આવૃત્તિ ૨૦૦૩માં છપાઇ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy