SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૫૦-૩૫૩] ૧૯૧ લક્ષ્મણના નામથી બંધાવાયેલા “લક્ષ્મણવિહાર” નામનું પાર્શ્વનાથ-જિનાલય વિ. સં. ૧૪૭૩માં પ્રતિષ્ઠિત કર્યું હતું એમણે આ વ્યાખ્યા વિ. સં. ૧૧૪૭૪માં રચી છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૭૪)માં ઉલ્લેખ P ૩૫ર છે. આ વ્યાખ્યા લગભગ ૧૮૫૦ શ્લોક જેવડી છે. જો કે વ્યાખ્યાકાર જૈન હોઈ એઓ જગતના કર્તા તરીકે ઈશ્વર છે એ મંતવ્યને નહિ સ્વીકારનાર ગણાય તેમ છતાં આ અજૈન મંતવ્યની સિદ્ધિ કરતાં તેઓ ખંચાયા નથી અને એ રીતે મૂળ કૃતિને વફાદાર રહી એમણે આ સ્પષ્ટીકરણ યોજ્યું છે. બૌદ્ધ ધર્મકીર્તિકૃત હતુબિન્દુ ઉપર દુર્વેકમિશ્ર અને અર્ચ. બ્રાહ્મણ હોવા છતાં ટીકા રચી છે તેમ કેટલા યે જૈન મુનિઓએ અજૈન કૃતિઓ માટે કર્યું છે. (૨) ટીકા- “ખરતરમ્ ગચ્છના ભાવસાગરે વિ. સં. ૧૭૩૦માં આ રચી છે. જિ. ૨. કો. (વિ. ૧)માં આની નોંધ નથી. (૩) ટીકા- આના કર્તા સિદ્ધિચન્દ્રગણિ છે. આ ગણિએ ચાર પત્ર પૂરતો મંગલવાદ તેમ જ શ્રીચૂડામણિ ભટ્ટાચાર્યવૃત ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ટીકા રચી છે. [અનુસંધાન ૧૪ જુઓ.] (૪) ટીકા- આ બાલચન્દ્રની રચના છે. જિ. ૨. કો. (વિ. ૧)માં આની નોંધ નથી. (૫) ટીકા- આ ભાવસેન સૈવિઘે રચી છે. (૬) ટીકા- આના કર્તા દેવસાધુ છે. ન્યાયકન્ડલી (લ. વિ. સં. ૧૦૪૦)- આ વૈશેષિકસૂત્ર ઉપરના પ્રશસ્તપાદના ભાષ્ય ઉપરની વિસ્તૃત ટીકા છે. આના કર્તા શ્રીધર (ઇ.સ. ૯૯૧) છે. એમની આ ટીકા ઉપલબ્ધ ટીકાઓમાં સૌથી મોટી છે. એમની આ ટીકા ઉપર “હર્ષપુરીય' ગચ્છના “માલધારી દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિએ ૨૫૦૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે [ન્યાયકુસુમોગમટિપ્પણ “પ્રાચ્યવિદ્યામંદિર” વડોદરાથી છપાયું છે. ] જ્યારે એમની પરંપરામાં થયેલા અને ષદર્શનસમુચ્ચયના પ્રણેતા રાજશેખરસૂરિએ વિ.સં. ૧૩૮૫માં ૪૦૦૦ શ્લોક જેવડી P ૩૫૩ પંજિકા રચી છે. એમાં કહ્યું છે કે વત્સાચાર્યકત લીલાવતી નામની એક ટીકા પ્રશસ્તપાદભાષ્ય ઉપર છે. ન્યાયસાર કિંવા ન્યાયભૂષણ (વિક્રમની દસમી સદી)– ન્યાયસારનો છં. ટિ.માં ન્યાયભૂષણ તરીકે નિર્દેશ છે. આના કર્તા ભાસર્વજ્ઞ છે. એઓ ઈ.સ.ની દસમી સદીના પૂર્વાર્ધમાં થાય છે. એમણે પાશુપતસંપ્રદાયનો ગણકારિકા નામનો ગ્રંથ રચ્યો છે. ન્યાયસાર ઉપર નીચે મુજબનું જૈન વિવરણાત્મક સાહિત્ય છે :(૧) ટીકા- આના કર્તા વિજયહિંસગણિ છે. (૨) ન્યાયતાત્પર્યદીપિકા- આ ૨૯૦૦ શ્લોક જેવડી ટીકાના કર્તા “કૃષ્ણર્ષિ' ગચ્છના જયસિંહસૂરિ છે. ૧. હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (પૂર્વાધ, પૃ. ૨૩૨)માં ઈ. સ. ૧૪૧૫નો ઉલ્લેખ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૧૫)માં આના રચનાવર્ષની નોંધ નથી. ૨. જુઓ જૈનસપ્તપદાથી (પૃ. ૧૩). ૩. આ કૃતિ જયસિંહસૂરિની ટીકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ.સ. ૧૯૧૦માં છપાવાઈ છે. એનું સંપાદન ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે કર્યું છે. ૪. આ “ગા. પો. ગ્રં.”માં ઈ. ૧૯૨૧માં છપાયેલ છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy