SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી સીતા રામે કહ્યું. બીજાઓએ પણ ઘણું કહ્યું, પણ સીતાજીએ તો એક જ વાત કહી : “મેં તો દિવ્ય અંગીકાર કર્યું છે. જ્યારે મારી શુદ્ધિની સર્વ લોકોને ખાતરી કરી આપીશ ત્યારે જ નગરમાં પ્રવેશ કરીશ.' રામ કહે, “એવું કંઈ કરવાની જરૂર નથી. પણ સીતાજીનો વિચાર દૃઢ હતો એટલે ચિતા રચાઈ. સીતાજી તેમાં પ્રવેશ કરવા તૈયાર થઈને બોલ્યાં : “જો આજ સુધી મેં મારું શિયળ અખંડિતપણે પાળ્યું હોય તો તે અગ્નિ, શાંત થજે.' પછી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. લોકો જોઈ રહ્યા : શું થાય છે ! ખરેખર, અગ્નિ શાંત થઈ ગયો. સીતાજીને ઊની આંચ ન આવી. એ જોતાં જ લોકો બોલી ઊઠ્યાં : મહાસતી સીતાનો જય હો !” હવે સીતાજી જગતની દૃષ્ટિએ શુદ્ધ ઠર્યા. પણ મહાસતીનું મન વૈરાગ્યે ભીંજાયું હતું. સંસારની અસારતા જોઈ લીધી હતી. તે દીક્ષા લેવા તૈયાર થયાં. એ વખતે રામ ગળગળા અવાજે બોલ્યાઃ “સીતા ! મેં તમને બહુ દુઃખ દીધું. દેવી !” એમ બોલતાં તે હાથ પકડી લૂંટણભેર બેસી ગયા. સીતા કહે : “આર્યપુત્ર ! હું એ બધી વાત કયારની ભૂલી ગઈ છું. મેં કદી વિચાર નથી કર્યો કે તમે અત્યાચારી છો ને હું તમારી દુભાયેલી છું. તમારી ફરજ બજાવતાં જે કંઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy