SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ન, ૮૪ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત ૩૫દ જયેષ્ઠ ૭ (?) શીલાદિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ બે પતરાં, જેના ઉપરથી આ લેખ લખે છે, તે જુદી જુદી જગ્યાઓમાં સાચવેલાં હતાં. પહેલું રાજકેટને વોટસન મ્યુઝીયમમાં અને બીજું ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણું વચ્ચેનું અંતર, તેના અક્ષરો, તથા પહેલા પતરાને અંતભાગ અને બીજાને શરૂવાતને ભાગ વિગેરે ઉપરથી મને લાગે છે કે આ બંન્ને પતરાં એક જ દાનપત્રનાં છે. પહેલા પતરા વિષે મળી આવતી હકીકત ફક્ત એટલી જ છે કે, તે રાજકેટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે વોટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માજી કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરું કેવી રીતે મળ્યું તે વિષે કંઈ જણાયું નથી. પહેલું પતરું સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને બરંડ છે, અને તેની સપાટીમાં થોડાં નાનાં મોટાં કાણાંઓ છે. અક્ષરે પણ બગડી ગયા છે. પરંતુ લગભગ બધા વાંચી શકાય છે. બીજું પતરું વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન થવાથી દરેક પંક્તિના એક બે અક્ષરો નાશ પામ્યા છે. કાટનો કઠણ થર જામી જવાથી જમણું બાજુના કેટલાક અક્ષરે ઓળખવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લી પંક્તિને ભાગ બહુ જ બરડ થઈ ગયેલ છે. સુભાગ્યે તારીખ મેજુદ છે. દરેક પતરૂં ૧૮”x૧૨” ના માપનું છે. બીજું પતરું જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષરે બહુ સુંદર રીતે કેતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલ પુષ્કળ છે. દાખલા તરીકે સ્વ અને દીર્ઘસ્વરને લેપ અગર બોટે ઉપગ માલુમ પડે છે. આ દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનું તથા તેના પહેલાંના રાજાઓનું પ્રાસ્તાવક વર્ણન તેનાં વળાનાં બીજાં દાને મુજબ છે. વલભીમાં ડુહા-વિહારની સીમા ઉપર આવેલા કુકકુરાક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યું છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલગુરૂ અને જે ગામને તે રહીશ હતા તે ગામ, બન્નેનાં નામો સંવત્ ૧૩ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું છે તેમાં આપેલાં છે. સુરાષ્ટ્ર( પ્રાંત)માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યું હતું. જે પ્રદેશ( સ્થલી)માં તે આવ્યું હતું તેના નામવાળો ભાગ બહુ નુકશાન પામેલ છે. આ દાનને હેતુ આવાં બૌદ્ધ દાનને હમેશ મુજબને જ છે; જેમકે, બૌદ્ધોની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે. આ દાનપત્રને અમલ કરનાર દૂતક રાજકુમાર ખરગ્રહ હતું અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દિવિરપતિ સ્કંદભાટને પુત્ર દિવિરપતિ અણહિલ હતો. આ બને અધિકારીઓનાં નામો આ રાજાનાં બીજાં દાનમાં છે. આ દાનની તારીખ સં. ૩૫૬ નવી છે. અને તે આ રાજાની મળી આવેલી મોડામાં મોડી તારીખેમાંની એક છે. ૧ જ. બે. બ્રા રે. એ. સે. યુ. સી. વ. ૧ પા.પ૭ ડી. બી. દિકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy