SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૫ર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેને ફેટેગ્રાફ ડૉ. બર્જેસે મને આપે હતો, તે ૧૨ ઇંચ૮૧૩ ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા છેવાઈ ગઈ છે. પરંતુ બીજી રીતે લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જૂદી છે. કારણ કે, લેખો માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરેની સાથે સાથે, ઈ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વપરાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપે તેમાં બતાવ્યાં છે. સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હોવાથી સંવત ૩૫ર ના ભાદ્રપદ સુદિ ૧નું આ દાનપત્ર વલભીના ઈતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરતું નથી. આ દાનપત્રને આશય ગા ગોત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણ કિકક(કીકાભાઈ)ના પુત્ર મગપદત્ત (3) ને બે ભૂમિખંડના ક્ષેત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતો હતો પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતે. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણ હતા તેને આ બીજો દાખલ છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. દૂતક એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતે. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર પણ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દૂત (સંદેશા લઈ જનાર)અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સંપાયેલે માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી અંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં ખરડ. ૨(બીજા)ની સેવા (નેકરી) કરેલી હતી. • ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૫ ડો. જી, બુહુર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy