SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २२९ ભાષાન્તર (૫. પર) પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં (નીચેનું ) શાસન સર્વેને કરે છે તમને જાણ થાય કે –મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આ(સ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડડવ્ય ગેત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભટ્ટ અને બ્રાહ્મણ ઈશ્વર નામના બે સાદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખણ્ડ આપ્યા છે(૧) (ગામની) પૂર્વ સીમા પર એક કુવો-૫૫ (પંચાવન) પારાવર્ત ભૂમિના વિસ્તારને, જેની સીમા - પૂર્વ પિછકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મલ તડાગ; પશ્ચિમે ગ્રામનિપાન કૂપક (ગામને પાણી પીવાને કુ). ઉત્તરે મૂલવર્મપાટક ગામની સીમા; (૨) (દેસેનક ગામની) અગ્નિ કોણની સીમામાં કવિથિકા નામને ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખ૭, જેની પૂર્વ વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલપાટકની સીમા ઉત્તરે વિશાલ પાટકની સીમા. (૩) (દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામને ૯૦ પાદાવર્તને ખેતી કરાએલો બીજો ભૂમિને ખ૩, જેની પૂર્વ વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિચ્છકૂપિકાવહ અને ઉત્તરે ચેરકે (થવી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનક ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવર્ત ભૂમિને ત્રીજો ખણ્ડ જેની પૂર્વે માર્ણજિક, નદીદક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર; પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહ્મદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર. (પં. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખણ્ડ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરિકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દણ્ડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિર અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને સિવાય ભૂમિચ્છિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપલેગ માટે ધર્મ દાન તરીકે પાણીના અઘંથી હું આપ્યા છે. (પ. ૬૩) આથી આ બે ( દાન લેનારા પુરૂષને ) બ્રાદેયના સામાન્ય નિયમ અનુસાર (આ ભૂમિને ) ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવો નહિ. (પં. ૬૪) અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રવૃપિએ રાજ્ય શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નૃપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. (પં. ૬૫) “ અને કહ્યું છે કે ” - [ ચાલુ કલેકેમાંના ત્રણ ક ] (પ. દ૬) આ(દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતો. આ દિવિરપતિ સંધિવિગ્રહાધિકા શ્રીસ્કન્દભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦. ફાલ્મણ વિદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy