SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૬ ખગ્રહ ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૭ આષાઢ વદિ ૫ પતરાંઓનું મા૫ ૧૫ થી ૧૫.૫” x ૧૨”નું છે. બન્ને પતરાંઓ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહોળાં છે. કડીઓ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીઓ તથા મુદ્રા ખોવાઈ ગયાં છે. એકંદરે પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કેઈક સ્થળે કાટ લાગવાથી બગડ્યાં છે. લિપિ શીલાદિત્ય ૨ જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. બીજાં પતરાની છેલ્લી પંક્તિ શિવાય અને પતરાંએ ચેખાં કતરેલાં અને સ્પષ્ટ છે. લખાણની ભૂલો પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આલિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હોવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં. ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત ૩૩ર તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્રો સાથે વિચારવાથી જણાય છે કે દેરભટના બે પુત્રાનાં રાજ્ય થડો સમય રહ્યાં હતાં. ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શર્કરાક્ષિ શેત્રના ગેદિ બ્રાહાણ નારાયણને આ દાન આપ્યું છે. તેને આનંદ્રપુર વાર્ષિા, આનંદપુરને એક ચતુર્વેદી ” પણ કહ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કારણ, જે આ આનંદપુર એ જ વડનગર (સાધારણ, બરનગર ) હોય, તે ગુજરાતની એક બહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે. શિવસાગપુર જીલ્લામાં ધૂતાલય નામની ડિરિટ્રકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે. આ દાન આપવાને હેતુ હમેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાનો છે. દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, દૂતક પ્રમાતુશ્રીના, અને દિવાન સ્કંદભટને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની રાઝદુિિત્ર-મૂવાની માફક આ દૂતક પણું એક સ્ત્રી હોય એમ લાગે છે. પરંતુ વિશેષણ “પ્રમા” જે 1 + મg નું બનેલું લાગે છે, અને માંથી બનેલું નથી, તેને શું અર્થ કરે તે હું જાણી શકતું નથી. પ્રોફેસર ભાંડારકર (જ. બે. છું. રે. એ. સ. જે. ૧૦ પા. ૭૧ ) દિવાનનું નામ મદનલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાની (સં. ૩૪૮ નાં ) પતરામાં આવે છે. આ બહુ જ અસભ્ય નામ ગણાય. મારા પાઠ, “શ્રીમદ” અનહિલ( શ્રી મદનહિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ-પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અણહિલ અગર અણુહિલ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ હોય છેઃ જુઓ, ટેડ એનાલ્સ, વો. ૧ ૫. ૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭. * ઈ. એ. વ. ૭ ૫ ૭૬ છે. છે, ખૂહુર ૧ જીઓ ઉપરનું વ. ૭ ૫, ૭૩ નેટ ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy