SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ गुजरातना ऐतिहासिक लेख માકફ જેણે કર્મક વિષે સકલ લો સિદ્ધ કર્યા હતાં, અને જેના શાસનને પ્રણત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડીરત્નની માફક ધરતા હતા. - પ.૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદિત્યને પુત્ર શ્રી ડેરભટ્ટ હતો, જેનું, મસ્તક, ભક્તિથી નમ્ર અવયે વડે પ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પિતાના પિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યત ત નખમણિપ્રભા વડે હમેશાં નિર્મલ બનતું હતું? જે રાજર્ષિ અગત્યની માફક દક્ષિણવૃત્તિ રાખતે, પિતાના અત્યત ધવલ યશના વલય વડે દિશાસુંદરીઓને શણગારત, જે આકાશમાં નિશાનાથના અખંડ બિબનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરે રૂપી ડીટીઓવાળાં સહ્ય અને વિધ્ય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીને જે પતિ હતા; એવા, - પ. ૩૬ શ્રી ડેરભટ્ટને પુત્ર, જેણે અનુરાગવાળી, શુભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજ્યશ્રી અર્ધનારી, નૃપમંડલીને પરિગ્રડ કર્યો છે પિતાના અપ્રતિત, અને પ્રચંડ રિપુઓના મંડલને નમાવનાર, બલ્ગ જેવા શૌર્યને જ અવલંબીને જેણે શરમ્ તુમાં ધનુષ્ય વડે ખેંચેલા બાણથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રહણ કર્યું છે; વિવિધવથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેત્ર પુનરુક્તિ પામતા રત્નાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે, જેના હસ્તનું અગ્ર કડાંની ઉપર રહેલાં રત્નનાં કિરણેથી વ્યાપ્ત છે અને પ્રદાનજળના છંટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રત્નવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા બનતા ભુજ વડે જેણે વિધ્વંભરાને ભીડી લીધી છે, એ શ્રી ડેરભટ્ટને પ.૪૧ પુત્ર પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જે મેં માતાપિતાને પુણ્યવિસ્તારને અર્થ, મહિછકમાંથી આવેલા, મહિકમાં રહેનારા ચાતુર્વેદિ એક, કૌશિક સત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અ૫ના પુત્ર ભક્ટિભટને શિવભાગપુર પ્રાન્તમાં દક્ષિણપાટમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્વેગ, ઉપરિકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધના હકક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કઈ પણ રાજ્યાધિકારી જેમાં હાથ નાંખી શકે નહિ એવું, પૂર્વ બાહ્મણને કે દેવમંદિરને અપાચેલા દાન શિવાયનું, ભૂમિછિદ્રન્યાયે, જ્યાં સૂધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત ટકે ત્યાંસૂધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભેગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મદાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અટ્ટહારની રીતે, એને ભોગવતાં, ખેડતાં, ખેડાવતાં કે માંડી આપતાં કેઈએ વિન્ન કરવું નહિ. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય, રાજાઓએ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું ફલ બધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું. ૫. ૪૮ કહ્યું છે કે દુમિયા મુક્યા ઈત્યાદિ૫. ૪૯ ... ... ... ... . અહિંયાં દૂતક પ્રમાતૃશ્રીનાગ છે, સંધિવિગ્રહાધિકારી દિવિરપતિ શ્રી સ્કન્દભટ્ટના પુત્ર દિવિરપતિ શ્રીમદનહિલે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. ૯ મારે સ્વહસ્ત (દકત ) છે. ૧ આ શબ્દોમાં અને વાકયમાં રહેલો શ્લેષ પ્રકટ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy