SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 5वसेन३ जाना ताम्रपत्रो २०१ અડકી શકતાં નહોતાં, પરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણ જેની હામે પ્રણામ શિવાય બીજે પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિ, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલા ગુણસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે; નીચાં માણસોનું આક્રમણ કરનારા દેષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પિતાનાં પ્રખ્યાત પૌરુષ અને સ્ત્રકૌશલવડે સંખ્યાબંધ શત્રુનૃપતિઓની લહમીને પકડી આણુને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર કર્યું હતું. પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનારો પરમમાહેશ્વર શ્રી ધરસેન હતો, જેણે સકલ વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્ધજનોનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સર્વસંપત્તિ વડે અને દાન ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તોડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિતવગેરેના ગૂઢ ભાગોને જેણે સારો પરિચય કર્યો હતે છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શેભા એ જેનું વિભૂષણ હતું; સો સે લડાઈઓમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેણે શત્રુઓના દર્પને નાશ કર્યો હતો; પોતાના ધનુષના પ્રભાવથી જેઓના અભ્રકૌશલના અભિમાનને પિતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા. પં.૨૩ તેને અનુજ, એના ચરણનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતા. જે સચરિત વડે બધા પૂર્વતૃપતિઓથી ચાતો હ; દુર્જયા દેશે પણ જેણે જિયા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હત; મહા ગુણો પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત મનુ જેવા જે રાજાના આશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માકફ જે કલાકલાપસંપન્ન, કાન્તિમાન, આનંદહેતુ હતો છતાં અકલંક હતો; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દંગરાલને વ્યાપ્ત કરીને અન્યકાર રાશિને વંસકર્તા હતા પણ સદા ઉદયશાલી હત; અર્શયુક્ત, અનેક પ્રજનવાળા, આગમપૂર્ણ, પ્રચય પ્રકૃતિને અર્પના, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, સ્થાનને ઉચિત આદેશ આપનારી, ગુણવૃદ્ધિની કિયા વડે સાધુઓનો સંસ્કાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતો, જે મહાપરાક્રમી પણ કરુણાકે મલ હૃદયવાળો હતો, વિદ્વાન પણ અગવત હતો, કાન્ત પણ પ્રશમયુક્ત હતો, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારો હતો, જેણે ઉદયસમયે લોકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બ લાદિત્ય એવું પોતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું : પં.૨૯ એને પુત્ર પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી શ્રી ધરસેન હતો, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા ઝાડાને રૂપે ચન્દ્રખંડ વિરાજતા હતા (= જે શિવની માફક ચદ્રમૌલિ હતે), જેણે શિશુકાળમાં જ મોતીન અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણમાં ધર્યું હતું, જેને કમલતુલ્ય અગ્રસ્તર દાનજલ થી ધવાયેલો હતા, કન્યાના આનન્દની માફક વસુંધરાનો આનદ જેણે મૃદુકરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની ૧ આ વાક્ય યુક્ત છે, લિષ્ટ પદના (૧) રાયતંત્ર પર અને (૨ ) વ્યાકરણપરત્વે અથે આ પ્રમાણે છે: અર્થ=(૧) ધન, (૨) તાત્પર્ય, આગમ=(૧) શાસ્ત્ર, (૨) આગન્તુક વર્ણ પ્રત્યયઃ(૧) ખાતરી (૨)પ્રત્યય-ચિહ્ન; પ્રકૃતિ=(૧) પ્રજા, (૨) મૂળ શબ્દ, સંધિ=(૧) સુલેહ, (૨) સંહિતા વિગ્રહ (૧ ) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ : ૧) સેનનિવેશ, (૨) પદસમાસ; સ્થાન(૧) સ્થળ, (૨) મૂળ પદ આદેશ=(૧) આજ્ઞા, (૨) મૂળપદને સ્થાને આવતું પદ ગુણદ્ધિ=(૧) ગુણોની વૃદ્ધિ (૨) સ્વરેને ગુણ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દોમાં અને વાકયોમાં રહેલે પ્રકટ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy