SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २०० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પ. ૧ ઓમ્ સ્વસ્તિ વિજયશાલી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેઓના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકે ના અતુલ બલથી સંપન્ન મંડલવિસ્તારમાં થયેલી સે સે લડાઈ એથી જેણે પ્રતાપ મેળવ્યા હતા. પિતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિક્તાથી જેણે અનુરાગ ઉપાર્જિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી સૈનિકેની સેનાવડે જેણે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિન્નરાખનારા પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમ માહેશ્વર શ્રીગુસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણારવિંદને પ્રણમીને પોતાનાં બધાં પાપો ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખર્શયુક્ત કર વડે શત્રુઓની મદમત્ત ગજઘટાને ભેદીને જેણે પોતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરણુનખને કિરણસમૂહ રવપ્રભાવથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી મિશ્ર થતો હત; સકલ સ્મૃતિઓએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલન વડે પ્રજાનું હૃદય રંજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બહસ્પતિ, અને કુબેરથી ચઢીયાત હતો, શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યફલને તૃણની માફક ફેકી દેતે માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન , મિત્ર, અને રનેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલને, જાણે કે દેહધારી, આનદ હતો. પં. ૭ એને પુત્ર પરમમાહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરણસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધંઈ નાખ્યાં હતાં, જેની સંપત્તિ હજારો પ્રણએને આધાર બનતી જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણે એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુર્ધરોને આશ્ચર્ય પમાડયા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધર્મદાનું જે અનુપાલન કરે; પ્રજાને નાશ કરનાર ઉપદ્રવને જે હરતે; લક્ષ્મી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતો; હણાયેલા શત્રુપક્ષની લક્ષ્મીને પરિભોગ કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિક્રમ વડે જેણે નિર્મલ રાજલક્ષમી પ્રાપ્ત કરી હતી. ૫. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતું, જે એના પિતાના) પાદનું અનુધ્યાન કરો, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણોના સમુદયથી સમગ્ર દિગ્યડલને વ્યાપ્ત કરી દીધું હતું; સે સે લડાઈમાં મેળવેલા વિજયથી શોભતી તરવારની યુતિ વડે વિશેષ ઉજવલ બનેલા પોતાના સ્કંધપીઠ ઉપર જે મોટા મનોરથનો જબરે ભાર ઉચકી રહેત; સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમલ બનેલી હતી છતાં ગમે તેવા એક હાન સુભાષિત વડે પણ જે રહેલાઈથી સંતુષ્ટ કરી શકાત; સમગ્ર લોકથી પણ તાગ ને પામી શકાય એવા ઊંડા હૃદયવાળ હોવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યક્ત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હો; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રુંધાઈ ગયેલા માર્ગનું વિશેધન કરીને જેણે ઉત્કૃષ્ટ કીર્તિ મેળવી હતી; ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું. પં. ૧૪. તેને ભાઈ પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતો, જે તેના ચરણનું ધ્યાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પિતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલક્ષમીને જે પરમભદ્ર ધોરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધરી રાખતો છતાં જેની સરવસંપત્તિને થાકનું કે સુખવાંછાનું વિદત નડયું નહોતું; પિતાની પ્રભાવ સંપદ્ વડે વશ કરેલા સો સો નૃપતિઓનાં શિરોરનની કાન્તિ જેના પાદપીઠને આલિંગી રહી હતી છતાં જેની નિવૃત્તિને અાની અવજ્ઞા કે અભિમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy