SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ક ધરસેન ૩જાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપત્રા ૩. સ. ૩૪ માઘ. સ. ૭ આ પતરાંએ સંબંધી પ્રે. બી. કે. ઠાકોરે માહિતી આપી હતી અને તે ભાવનગરના દાણાના વેપારી દીપસંગ કાનજીના કબજામાં હતાં. પતરાં એ છે અને તેમાં ધરસેન ૩ જાનું પૂરૂં દાનપત્ર છે. તે ૧૨ ઈંગલાંમાં અને ૮ ઈંચ પડાળાં છે અને પહેલામાં ૨૪ અને ખીજામાં ૨૦ પંક્તિઓ છે. ખરગ્રહના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં ભટાર્કથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવસેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે. જેને દાન મળ્યું. તે બ્રાહ્મણુ વિષ્ણુયશસના દીકરા મિત્રયશસ નામે હતો. તે આત્રેય ગાત્રના, અથર્વવેદી અને હસ્તવપ્રના રહેવાસી હતા. તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. (૧) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવપ્ર આહરમાં અમકરકૂપ ગામમાં ૧૦૦ પાદાવર્ત્ત જમીન; ( ૨ ) કાલાપક પથકમાં ડભક ગામમાં એક ખેતર; ૩) તેજ ગામમાં ૧૮ પાઢાવર્ત્ત માપવાળી વાવ; ( શિરવટક સ્થલીમાં હસ્તિહૃદક ગામમાં ઉત્ખન ( ? ) પાદાવત્તું જમીન. રાજકુમાર શીલાદિત્ય કૃતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભટ્ટિએ લખેલ છે. દાનની તિથિ ગુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે. આની ઐતિહાસિક ઉપયેાગિતા એ છે કે શીલાદિત્યની છેલ્લીમાં છેલ્લી સાલ ર૯૨ અને ધ્રુવસેન ૨ જાની વ્હેલામાં વ્હેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ બે રાજાએની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ બે રાજાઓએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કાઈનું દાનપત્ર અત્યાર સુધી મળ્યું નહાતું. આ દાનપત્રથી તેથી સં. ૧૯૨ અને ૩૧૦ વચ્ચેને ગાળા અમુક અંશે ટુંકા થાય છે. સુરાષ્ટ્ર ( અત્યારનું કાઠિયાવાડ ) હસ્તવપ્ર (ભાવનગર સ્ટેટમાંનું હાથમ ) અને કાલાપક ( હાલનુ` કાઠિયાવાડની નૈૠત્ય કેણે આવેલું કાળાવડ), એ ત્રણુ સિવાય શ્રીજી જગ્યાએનાં નામ મળતાં નથી. * વા. મ્યુ. રી. ઈ. સ. ૧૯૧૫-૨૬ પા. ૧૪ ડી. બી. દીલકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy