SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १३० गुजरातना ऐतिहासिक लेख વરાહા અથવા વડોદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસે આ દાનપત્રમાં લખેલાં ભદ્રાણક, પુષ્મિલનક, બ્રમિલનક અને દીનાનાક નામનાં ગામે આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલ શબ્દ વઢવન, જેને અર્થ મેં, “બલવર્મનનું અથવા બલવર્મને સ્થાપેલું” કર્યો છે, તે ફકત આ ગામ તથા તેવાં અને કાથી ગામ વચ્ચેનો તફાવત બતાવે છે. દાનમાં આપેલી વસ્તુઓનું વર્ણન આપતે ભાગ નીચે પ્રમાણે છે – યમલવાપી, જે, પચીસ ચોરસ ફટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિઘોષ કુવાની પશ્ચિમે, બલભટના કૂવાની દક્ષિણે તથા ચન્દ્રભટના કૂવાની પૂર્વે છે. આ ઉપરાંત ૧૫૦ ચોરસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભદ્વાણુક ગામના રસ્તાની દક્ષિણે, વીતખટ્ટાની પશ્ચિમે દીનાનાકના રસ્તાના ઉત્તરે, તથા બરટકની સીમાની પૂર્વ છે, તથા [ ૧૫૦ ચોરસ ફૂટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કવાની પૂર્વે, મોઆરે) કાફિન્નિકાકિબિ ?)ના ક્ષેત્રની ઉત્તરે. અમિલનક ગામના રસ્તાની દક્ષિણે, પુષ્મિલાનક ગામની સીમાની પશ્ચિમે આ રીતે કૂવા સહિત આ ૨૫ ચેરસ ફૂટ (જમીન) . . . .. .. ( આપવામાં આવી છે ) આ દાન આપવાને હેતુ હમેશ મુજબને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાને છે. આ બધી હકીકતે કરતાં વધારે જાણવા જેવી હકીકત દંતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશને અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દ્વતક ખરગ્રહ નામને છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લે શિલાદિત્ય ૧ લાને હા ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતું. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતા. દતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકોચ રાખતા નથી, તથા આ જવાબદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હોવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને “પોતાના બંધુના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયેલ બળદ ઘેંસરું ઉપાડે તેવી રીતે, જો કે ઉપેન્દ્ર(વિષ્ણુ)ના વડલ બંધુ (ઈન્દ્ર) જેવા પિતાના વડિલ બંધુની બહુ ઈચ્છા જાતે (રાજ્યલક્ષમી) ઉપાડવાની હશે છતાં, તે રાજ્યલક્ષમીનો ભાર ઉપાડી લીધો હતો આ લેખની તારીખ સંવત ર૦૦ છે. જ્યારે શીલાદિત્યનાં બીજા બધા જાણવામાં આવેલ લેખે સંવત ૨૮૬ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને બીજા ધ્રુવસેનનાં સંવત ૩૧૦ નાં દાનપત્રો વચ્ચેનું અંતર ૨૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાઓ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ જે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ થોડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યો હશે, એ બહુ સંભવિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy