SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ गुजरातना ऐतिहासिक लेख ભાષાતર (પંક્તિ ૧) છે. સ્વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને બળથી નમાવનાર, અતુલ બેલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડે યુદ્ધ કરી પ્રતાપ મેળવનાર, એના પ્રતાપને વશ થઈને નમન કરનારને દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણુના બલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમદ્ ભટ્ટાર્કોથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરને પરમ ભક્ત શ્રીમાન ગુહસેન ઉત્પન્ન થયે-જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી વાઈ ગયાં હતાં, જેને બાલપણુથી તરવાર બીજા બાહુ જેવી જ હતી, જેની શક્તિ શત્રુઓના મદભરેલા હાથીના કપેલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદનખ પંક્તિનાં કિરણે તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુઓને મુગટનાં રત્નની પ્રભા સાથે એકમેક થતાં, જેણે બધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પિતાનું રાજપદ અવર્થ કરી બતાવ્યું હતું, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મે, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી ચઢી. આતે હતો, જે રક્ષણ માગનારને અભયદાન આપવાના દઢ નિશ્ચયવાળે હતા અને તેથી પિતાનાં સર્વ કાયૉનાં ફલ તૃણવત તજી દે, જે પ્રજા, મિત્ર, અને અનુરાગીઓનાં હદને પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજતે, અને જે અખિલ ભૂમંડળને મૂર્તિમાન્ હર્ષ હતા. (પક્તિ ૯) તેને પુત્ર, પરમ માહેશ્વર શ્રી ધરસેન હતું, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લમીને ઉપલેગ તેના સેંકડે હજારે અનુરાગી કરતા, આકર્ષક ગુણે જેના રૂપથી ખેંચાઈને તેને અવલંબતા; જે સર્વ સેનાના ધનધાને પોતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયબ કરતે, જે પહેલાંના નૃપનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતો, છે પ્રજાનાં ત્રાસદાયક દુઃખો હરતે, જેનામાં શ્રી અને સરસ્વતીની સાથે જ વાસ થતું હતું, જેનું પરાક્રમ શત્રુગણુની સંપદને ઉપભંગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી. ( પંક્તિ ૧૪ ) તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને આનન્દદાયી સદગુણોના ઉદયથી દિશામંડળને ભરતે, સેંકડો યુદ્ધમાં વિજયવતી તલવારથી પ્રકાશિત થતા અંધ ઉપર મનોરથના મહાભારને નિભાવનાર વિદ્યાના સર્વ વિભાગથી વિમલ થએલી મતિવાળા હોવા છતાં હાના ચરખા પણ સુભાષિતથી સદા જે સંતુષ્ટ થતો, સમસ્ત જગતથી નહિં માપી શકાય એવા ઉંડા હૃદયવાળે, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળે, મુંઝાઈને ઉભા રહેલા કતયુગના કાજાઓનો પથ વિશદ્ધ કરી મડાકા સંપાદન કરનાર, સંપદ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજજવળ કીતિવાળી થએલી શ્રીના ઉપગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઈ મહેશ્વરને પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતા. ભાષાન્તર ( પતરું ૨ જું શ્રિ શીલા .. પરમ માહેશ્વર, જેનું બીજું નામ ઉપભેગથી પ્રાપ્ત થયેલું ધર્માદિત્ય હતું, તે અધિકારીઓ, યુક્તક વિનિયુક્તક એ મહત્તર આદિને શાસન કરે છે કે . તમને જાહેર થાઓ કે, મારાં માતાપિતાને પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિરેલહ (?) માં રક્ષર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે ... નામનું ક્ષેત્ર, અને ઉદ્રપદ્રક ગામમાં ... ક્ષેત્ર, ... થી બંધા વાએલા વિહારમાં વસતા, ચાર દિશાઓમાંથી આવતા ભિક્ષ સંધન, વસ્ત્ર, અન્ન, શયન, અસન, ગ, ધૂપ, પુષ, શ્રી બુદ્ધના દીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે (એટલે ખંડિત થયેલા ભાગે સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રો પાણીના અર્થથી તે સબંધની વસ્તુઓ સહિત આપ્યાં છે. વિગેરે વિગેરે. ( બાકીનું હમેશમુજબ છે) - પુત્ર ભટ્ટાદિત્ય-શઃ અહીં દૂતક છે .. લખાયું . . ૨૮૬ ના વૈશાખ વદ્ય ૬ ને દિને, મારા સ્વહસ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy