SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ धरसेन २ जानां ताम्रपत्रो ૬૭ ભાષાન્તર ” ભદ્રપત્તનકમાં છાવણું નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન, જેણે પિતાના પિતાના પાદનખમાંથી નિકળતાં કિરણોરૂપી ગંગાપ્રવાહ વડે પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે, જે પિતાના સૌદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદગુણો વડે સંપન્ન છે, જેની લક્ષ્મીને પ્રભાવ પિતાના અસંખ્ય મિત્રોને આરામ થઈ રહ્યો છે, જેણે પોતા કુદરતી બળ તથા ચાતુર્ય વડે ધનુવિદ્યામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે, જે પ્રથમના રાજાઓનાં સારાં ધાર્મિક દાને ચાલુ રાખે છે, ને પોતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ દૂર કરે છે, જેનામાં શ્રી અને સરસ્વતી અને વાસ છે, જે શત્રુઓની લક્ષમીને હોશિયારીથી ઉપભેગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે ફકરને મહાન ભક્ત છે, અને જે મહારાજ શ્રીગુહસેનને પુત્ર હતું, જેણે (ગુહસેને) પોતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક ફલની પ્રાપ્તિ કરી હતી, જેણે પોતાની બાલ્યાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેન્દ્રોનાં મસ્તક ભેદી અપૂર્વ શૈર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખનાં કિરણો પિતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરોના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિઓના બધા આદેશો પ્રમાણે વર્તન કરી, પિતાની પ્રજાનાં હૃદયને રંજન કરવા રાજા નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતો, જે સૌદર્યમાં કામદેવથી, શેભામાં ચન્દ્રથી, ર્યમાં ડિમાલયથી, ગભીરતામાં સમદ્રથી, જ્ઞાનમાં બહસ્પતિથી અને લક્ષ્મીમાં બેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતા, અને એટલા માટે જે પોતાનું સર્વસ્વ એક તૃણવત્ સમજ આપી દેતે, જે વિદ્વાનોને તેઓની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમસ્ત જગતને સાક્ષાત્ આનંદ જ હોય તે હતા, જે શંકરનો મહાન ભક્ત હતો, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતો, જેણે (ધરપટ્ટ ) તેને પ્રણામ કરી પોતાના સર્વ પાપો ધોઈ નાખ્યાં હતાં, જેણે પોતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધેાઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓનો પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યનો મહાન ભક્ત હતો, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાને ભાઈ હતો જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતો, જે મિત્ર અને સંબંધીઓની ઈચ્છાઓ પાર પાડવાને લીધે કલ્પતરૂ સમાન હતું, જે ભગવાનને મહાન ભક્ત હતા, અને જે સિહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ન્હા ભાઈ હતું જેના (ાણસિંહના) સુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતા હતા, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિયમ કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યો હતો, જેની રાજ્યલક્ષમી ધાર્મિક દાનેને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને ન્હાનો ભાઈ હતા. જેનું (ધરસેનનું) મસ્તક પોતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખોનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકના મુગટનાં રત્નોના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લેકે પોતાનું જીવન ટકાવી શકતા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પોતાના અસંખ્ય મિત્રોના મોટા લશ્કરે વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુપણાનાં સુખ ભેગવતે હતું, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હાઈને પોતાની સર્વ પ્રજા, સેવક, દ્રાસિંકે (?) મહત્તર, ચાટભટ, ધુવાધિકરણિકો, દડ પાશિકે, મંત્રિઓ, રાજકુમારે, અને આ રાજ્યમાં રહેતા લોકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy