SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગણાઓને બીજી વર્ગણાઓ સાથે સૂક્ષ્મ વર્ગમાં રાખવાથી બધુ બરાબર પ્રતીત થાય છે. અહીં ધ્યાનમાં રાખીએ કે ઉપરના આઠ વર્ગણાઓના પુદ્ગલ સ્કંધ ઉત્તરોત્તર અધિકાધિક સૂક્ષ્મ પરિણામવાળા છે, એટલે પ્રકાશ સચિત્ત નથી એમ માનવું ખરું અને તર્કસંગત લાગે છે. સેનપ્રશ્નમાં કહ્યું છે કે “વીજળી અથવા દીપક' આદિનો પ્રકાશ થવાથી પ્રતિક્રમણ વગેરે ક્રિયા અતિચાર-યુક્ત હોય છે એટલે સંપૂર્ણ નિષ્ફળ નથી થતાં. આ વાક્યના ભાવાર્થ હું સ્વ બુદ્ધિથી આ પ્રકારે કરું છું. પ્રથમ તો આ વાત જગદ્ગુરુ શ્રી હિરસૂરીશ્વરજીની પાસેથી સાંભળી છે એમ સ્પષ્ટ આ. શ્રી સેનસૂરીશ્વરજીએ બતાવ્યું છે. એનો અર્થ છે કે એ સમયે પ્રાપ્ત આગમિક અને તપાગચ્છીય બીજા સાહિત્યમાં કોઈપણ જગ્યાએ આ વાતનો સંદર્ભ ઉપલબ્ધ નથી. - ત્રીજી વાત એ છે કે પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં દીપક અથવા વીજળી આદિનો પ્રકાશ, ક્રિયા કરનાર મનુષ્ય પર પડવાથી એની ક્રિયા અતિચાર-યુક્ત બને છે એનું કારણ એ છે કે રાત્રે અંધકારમાં ક્રિયા કરતી વખતે કંઈપણ દેખાતું નથી, એવે વખતે જો ક્યાંકથી પ્રકાશ આવી જાય તો પહેલા તો ધ્યાનભંગ થાય છે, ચિત્ત વિચલિત થઈ જાય છે, બીજું એ કે પ્રકાશને કારણે બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. એનાથી ક્રિયા કરવામાં સુગમતા રહે છે. એટલે ક્રિયા કરવાવાળાના મનમાં પ્રકાશની ઇચ્છા જાગે છે, અથવા દીપક અથવા વીજળીનો પ્રકાશ થયો એ “સારું થયું' એવો ભાવ આવી જાય છે. અર્થાત પ્રકાશ કરવો યા દીપક બાળવાની ક્રિયાનું અપ્રકટ અનુમોદન થઈ જાય છે. જ્યારે ક્રિયા કરનાર સાધુસાધ્વી માટે કરવું, કરાવવું અને એનું અનુમોદન કરવું ત્રણેનો નિષેધ છે, એટલે અનુમોદન કરવું પણ ઉપર્યુક્ત નથી. લાગે છે કે આવી સ્થિતિનું કારણ જ આચાર્ય શ્રી વિજયહીરસૂરીજીએ કહ્યું હશે વીજળી આદિના પ્રકાશના કારણે ક્રિયા અતિચારયુક્ત થાય છે. એમ અમારું અનુમાન છે. આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ એક વિદ્યુત-ચુંબકીય તરંગ (ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ) માત્ર છે. વર્તમાનમાં અમારા વાયુમંડળ (એટમોસ્ફિયર)માં ઘણા પ્રકારની વિદ્યુત-ચુંબકીય તરંગો છે. પ્રત્યેક તરંગ, પ્રકાશના વેગથી એટલે એટલે ૩,૦૦,૦૦૦ કિ.મી. પ્રતિ સેંકડના વેગથી ગતિ કરે છે, ફક્ત એની કંપ-સંખ્યા (ફ્રિકવન્સી) દ્ધ તો બહુ વધારે હોય છે. અથવા બહુ ઓછી. આ કારણથી પ્રત્યેક તરંગ દેખાતી નથી. આ પ્રમાણે પૃથ્વી પર જીવન વિતાવતા પ્રત્યેક વ્યક્તિના શરીર પર ઘણા 295 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy