SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મનો ઉદય નથી અને પૃથ્વીકાય ન હોવાથી આતપ નામકર્મનો પણ ઉદય નથી, કારણકે આગમમાં બતાવ્યું છે કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયને જ આતપ નામકર્મનો ઉદય હોય છે. એટલે પ્રશ્ન ઉપસ્થિત થયો કે દીપક આદિનો પ્રકાશ દૂર-સ્થિત વસ્તુઓને પ્રકાશિત (ઉદ્યોતિત) કરે છે અને ગરમ પણ કરે છે એ કેવી રીતે ? એના ઉત્તરમાં વાચનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર ગણિ કહે છે કે ગરમ સ્પર્શના ઉદયથી અને લોહિતવર્ણ નામકર્મના ઉદયવાળા પ્રકાશવાળા અગ્નિકાયિક જીવ જ આસપાસના વિસ્તારમાં ફેલાય છે, પણ અગ્નિકાયને પ્રભા ન હોવાથી અને તે અતિસૂક્ષ્મ છે એને જ પ્રભાના રૂપમાં ઓળખાય છે. વાચનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર ગણિનો આ અંતિમ જવાબ શ્રી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીય વૃત્તિમાં આપેલા જીવાભિગમ સૂત્રના પાઠથી એકદમ જુદો છે, અને તેઓએ એ માટે કોઈપણ આગમિક સાહિત્યનો આધાર આપ્યો નથી. તેઓએ સ્પષ્ટ બતાવ્યું છે કે અગ્નિકાયના જીવ અપકાય એટલે કે પાણીના જીવોથી પણ વિશેષ સ્થૂળ અથવા બાદર છે તો પાણીથી અધિક સૂક્ષ્મ વાયુ અને વાયુથી પણ અધિક સૂક્ષ્મ એવા પ્રકાશના કણ (ફોટોન)ને અગ્નિકાય પણ કહેવાય ? આ એક અત્યંત વિચારણીય પ્રશ્ન છે. પુદ્ગલ દ્રવ્યનું એક વધારે વર્ગીકરણ વર્ગણાના રૂપમાં છે. વર્ગણાઓના મુખ્ય આઠ ભેદ બતાવ્યા છે (૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહા૨ક (૪) તૈજસ્ (૫) ભાષિક (૬) શ્વાસોચ્છ્વાસિક (૭) મનસ્ (૮) કાર્પણ. દેવ અને નારકને છોડીને પ્રત્યેક જીવનું ભવધારણીય શરીર ઔદારિક વર્ગણાના પુદ્ગલ સ્કંધોથી બનેલું છે. દેવ અને નારકીનું શરીર વૈક્રિયક વર્ગણાના પુદ્દગલ સ્કંધોથી બનેલ છે. આહારક લબ્ધિવાન ચર્તુદશપૂર્વધર સાધુ જ આહારક શરી૨ બનાવવા માટે આહા૨ક વર્ગણાનો ઉપયોગ કરે છે. ભાષાવર્ગણાથી અવાજ (શબ્દ) પેદા થાય છે. શ્વાસોશ્વાસ વર્ગણાનો ઉપયોગ શ્વાસ લેવામાં કરવામાં આવે છે. મનનું નિર્માણ અને વિચાર કરવામાં મનોવર્ગણાનો ઉપયોગ થાય છે. દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં બતાવાયેલા પુદ્ગલ દ્રવ્યનું વિભાગીકરણના બાદર સૂક્ષ્મ, બાદર અને બાદર શ્રેણીઓ ઔદારિક વર્ગણામાં સમાવિષ્ટ થાય છે. જો આપણે પ્રકાશને ચિત્ત અથવા તેઉકાય માનીએ તો એનો સમાવેશ બાદર-બાદ૨ શ્રેણીમાં કરવો જોઈએ, પણ વિજ્ઞાને બતાવ્યું છે કે પ્રકાશના કણ બહુ સૂક્ષ્મ છે, એટલે એને તૈજસ વર્ગણામાં સમાવવા બરાબર છે અને તૈજસ Jain Educationa International 294 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy