SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સોમેશ્વરે ભીમદેવના સભાસદોનું રંજન કર્યું તે આ “ઉલ્લાઘરાઘવ કે બીજુ કોઇ, એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. પ્રસ્તાવનામાંથી જાણવા મળે છે તેમ, “ઉલ્લાધરાઘવ” કવિના પુત્ર ભલશર્માની પ્રાર્થનાથી રચાયું હતું ? અને, હમણાં નોંધ્યું છે તેમ, દ્વારકામાં ભજવાયું હતું. આમ છતાં ‘સુરત્સવ’ના પ્રશસ્તિસર્ગમાં જેનો ઉલ્લેખ છે તે સોમેશ્વરપ્રણીત નાટકથી આ ઉલ્લાધરાઘવ ” અભિન્ન હોય એ શક્યતા કાઢી નાખવા જેવી નથી. ૭૩. આ ઉપરાંત બેધક સુભાષિતના એક સંગ્રહ “કર્ણામૃતપ્રપા' ની રચના સેમેશ્વરે કરેલી છે.૧૩ આ કૃતિની નોંધ અત્યારે પહેલાં કોઈએ લીધી નથી. સે લેકામાં રચાયેલું રામનું રતત્ર “રામશતક પણ સોમેશ્વરની કૃતિ છે;૧૪ એની સંખ્યાબંધ હસ્તપ્રત મળી છે તથા એ ઉપરની જે બે ટીકાઓ જાણવામાં આવી છે–એક એકનાથકૃત તથા બીજી કોઈ અજાણ્યા લેખકની—એ જેમાં એક કાળે તે કૃતિ કપ્રિય હોવી જોઈએ.૧૫ સેમેશ્વરકૃત ‘આબુપ્રશસ્તિ માં૧૬ સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) નું વર્ષ છે. એ વર્ષમાં તેજપાળે બંધાવેલા આબુ ઉપરના મન્દિરમાં નેમિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી. ગિરનાર ઉપરના વસ્તુપાળના સંખ્યાબંધ શિલાલેખ પૈકી ૧૨. તન્ન: સ્થાનમઝફાર્મmયા પ્રાર્થના પ્રભુત્ર: | चकार सोमेश्वरदेवनामा रामायणं नाटकरूपमेतत् ॥ ૧૩. હા ના નિર્ણય રાંતેશ્વર નીર: | श्रीकुमारसुतो ब्रूते पिपासुन बमं रसप् ॥ – કર્ણામૃતપ્રપા”, શ્લોક ૪ संसा स्थलदु.स्थानां प्राणिनां प्रीतिहेतवे । श्रीसोमेश्वरदेवेन कृता कर्णामृतप्रपा ॥ –એ જ, બ્લેક ૨૧૭ ૧૪. વિશ્વમાં માત્ર નય શ્રીરામમદ્રશ્ય થરા:પ્રાણિતમ્ | ___ चकार सोमेश्वरदेवनामा यामार्धनिप्पन्नमहाप्रबन्धः ॥ –“રામશતક', બ્લેક ૨૧૭ ૧૫. પૂનાના ભાંડારકર સંશોધનમદિરમાં રખાયેલા હસ્તપ્રતોના સરકારી સંગ્રહમાં “રામશતક'ની પાંચ હસ્તપ્રત સચવાયેલી છે. એમાંની એક હસ્તપ્રતમાં એકનાથની ટીકા પણ છે. અજ્ઞાત કર્તાએ રચેલ ટીકાવાળી હસ્તપ્રત મને પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ પાસેથી મળી હતી. ૧૬. પ્રાસં. નં. ૬૪; ગુએલે, નં. ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy