SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ $૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ પુરાહિત હતા. ચૌલુક્યવંશીય રાજાએ આપેલા ધનમાંથી તેણે શિવમન્દિરા કરાવ્યાં, કમળા વડે રુચિર સરેાવરે બાંધ્યાં તથા ગરીખાને દાન આપ્યાં. એક વાર કર્ણે માળવા ઉપર આક્રમણ કર્યું હતું. માળવાના સૈન્યને યુદ્ધમાં હારતું જોઈ તે ધારાના પુરહિતે એક કૃત્યા ઉત્પન્ન કરી. પરન્તુ આમશર્માએ મંત્ર બળથી પાતાના રાજાનું રક્ષણ કર્યું, એટલું જ નહિ, પણ કૃત્યાને રાકી દીધી. વિષ્ણુલ્લતા વૃક્ષને નાશ કરે તેમ કૃત્યા પેાતાને ઉત્પન્ન કરનારને જ નાશ કરીને અદૃશ્ય થઈ ગઈ. આમશર્માના પુત્ર કુમાર હતા, અને તે સિદ્ધરાજને પુરાહિત હતા. એની આશિષથી સિદ્ધરાજે સિન્ધુ દેશના પૌઢપ્રતાપ અધિપતિને કેદ પકડો હતેા, માળવાના બળવાન રાજાને તેની સ્ત્રી સહિત કારાગૃહમાં નાખ્યા હતા, અને સપાદલક્ષના ગર્વિષ્ઠ રાજાને પેાતાના ચરણામાં મસ્તક નમાવવાનું શીખવ્યું હતું. ચક્રવર્તીના આ પુરાહિત ઘણા યજ્ઞ કર્યા અહેાળા પ્રમાણમાં થતા હતા એ નોંધપાત્ર છે. ઈસવી સનના ચૌદમા સૈકાના આરંભમાં, જ્યારે મુસ્લિમાએ અહિલવાડ ઉપર વિજય કર્યા ત્યાંસુધી ઓછામાં એછું, આ પર’પરા ચાલુ રહી હતી. ‘નૈષધીયચતિ'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધેાળકાના રહેવાસી ચ ુ પંડિતે (ઈ. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચયન જેવા કેટલાક વૈદિક યજ્ઞા કર્યા હતા; વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞા કરીને તેણે અનુક્રમે ‘સમ્રાટ' અને ‘ સ્થપતિ ’ની પદવીએ મેળવી હતી. यो वाजपेययजनेन बभूव सम्राट् कृत्वा बृहस्पतिसवं स्थपतित्वमपि । द्वादशाह []नचिदप्यभूत् सः श्रीचंडुपण्डित इमां विततन टीकाम् ॥ ચ ુ પંડિતે કેટલાક સામસત્રા પણ કર્યા હતા. સસ્કૃત કાવ્યોને ચંડુ એક માત્ર એવા ટીકાકાર છે, જે વારંવાર શ્રીત સૂત્રોનાં અવતરણ આપે છે ( કૃષ્ણકાન્ત સદિઈ, ‘ નૈષધીચરિત 'ને અંગ્રેજી અનુવાદ, પ્રસ્તાવના, પૃ. ૩). આ બતાવે છે કે ગુજરાતમાં ખાસ કરીને વડનગર, અહિલવાડ અને ધેાળકાના બ્રાહ્મણામાં વૈદિક વિદ્વત્તાના સારા પ્રચાર હતા. àાળકા કે જે વસ્તુપાળની પ્રવૃત્તિએનું કેન્દ્રસ્થાન હતું, તે માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહિ, સાંસ્કારિક દષ્ટિએ પણ ગુજરાતનું દુષ્ચમ પાટનગર બન્યું હતું. આ સંબંધમાં નેાંધવું રસપ્રદ થશે કે લાકાચત દર્શીનના એક અદ્વિતીય ગ્રન્થ, ભટ્ટ જયરાશિકૃત ‘ તત્ત્વે પપ્લવસિંહ ’ (ઈસવી. ૭ મે ૮મા સૈકા )ની ધોળકામાં ઈ. સ. ૧૨૯૩માં તાડપત્રીચ નકલ થયેલી છે. આ બતાવે છે કે વાધેલા રાજ્યકાળ દરમ્યાન એ નગરમાં દાનિક વાદવિદ્યા એ અભ્યાસના એક આકર્ષીક વિષય હતી અને ચાર્વાક જેવા લગભગ વિસ્મૃત દેનના સિદ્ધાન્તાના અભ્યાસની પણ ત્યાં અવગણના થતી નહેતી. ( ૫’. સુખલાલજી અને ર. છેા, પરીખ, ‘તત્ત્વે પપ્લવસિંહ,' પ્રસ્તાવના પૃ. ૧ ટિપ્પણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy