SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] ' મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પ્રવૃત્તિને ઉત્તેજન મળતું હતું. આ સાહિત્યમંડળની પ્રવૃત્તિને અભ્યાસ વસ્તુપાળના સમયના સાંકારિક જીવન ઉપર ભારે પ્રકાશ પાડે છે અને મધ્યકાલીન ગુજરાતની સાહિત્યિક અને વિદ્યાવિષયક પરંપરા સમજવા માટે પણ તે બહુ ઉપયોગી છે. આ સાહિત્યકારો વિશે એક પછી એક આપણે વિચારીએ. (૧) સોમેશ્વર यस्यास्ते मुखपङ्कजे सुखमृचां वेदः स्मृतीर्वेद य. स्त्रेता सद्मनि यस्य यस्य रसना सूते च सूक्तामृतम् । राजानः श्रियमर्जयन्ति महतीं यत्पूजया गुर्जराः । कर्तुं तस्य गुणस्तुतिं जगति कः सोमेश्वरस्येश्वर. ॥ –વસ્તુપાળ ૬૮. સોમેશ્વર અથવા સેમેશ્વરદેવ વરતુપાળને ગાઢ મિત્ર હતો તથા એના આશ્રિત કવિઓમાં મુખ્ય હતો. ગુજરાતના ચૌલુક્ય રાજાઓને એ વંશપરંપરાગત પુરોહિત હતા, અને અણહિલવાડ તથા ધોળકાના રાજદરબારોમાં તેને ભારે પ્રભાવ હતો. એક વાર શત્રુંજયની તીર્થયાત્રાએથી પાછા ફરતાં વસ્તુપાળ અને તેજપાળ ધોળકે આવ્યા ત્યારે સોમેશ્વર સાથે તેમને મેળાપ થયો (પેરા ૪૭), અને ટૂંક સમયમાં તો તેઓ એવા ગાઢ મિત્ર બની ગયા કે વસ્તુપાળે રાણું વરધવલ સાથે તેમને પરિચય કરાવ્યો. ઘણું કરીને આ પ્રસંગ પછી જ, વસ્તુપાળ-તેજપાળની શક્તિઓની કદર કરીને વિરધવલે ભીમદેવ બીજા પાસેથી તેમની સેવાઓ ઉછીની લીધી હશે. આથી વસ્તુપાળના મંત્રિપદને પ્રારંભ થયો ત્યારે પહેલાં—એટલે કે ઈ. સ. ૧૨૨૦ પહેલાં વસ્તુપાળ અને સંમેશ્વર પરરપર પરિચયમાં આવ્યા હોય એ તદ્દન સંભવિત છે. એમને પરિચય વળી વધારે જૂને હાય એવી કલ્પના કરવાનું પણ મને મન થાય છે. ચૌલુકયોના વંશપરંપરાગત પુરોહિત સેમેશ્વર અને વસ્તુપાળનું મિલન અણહિલવાડમાં જ થયું હોય એમ બને. આ બન્ને વિશિષ્ટ વ્યક્તિઓએ એકબીજા ઉપર જે છાપ પાડી તે ધોળકામાં મંત્રીરૂપે પરિણમી હેય. હિન્દુ ગુજરાતના છેલ્લા રાજકીય અને સરકારિક પુનર્જજીવનનું એક સાચું પ્રેરણાસ્થાન આ મૈત્રીને ગણી શકાય. સેમેશ્વર અને તેના પૂર્વજો ૬૯ સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રન્થકારોથી ઊલટું જ સામેશ્વરે પિતાને વિશે તથા પોતાના પૂર્વજોને વિશે ઘણુ માહિતી આપી છે. પોતાના ૧. ઉર ૧-૮ માં ઉદ્ભૂત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy