SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કાલંજરના રાજ પરમર્દિ દેવ અને એના પુત્ર શૈલેયવર્મદેવને મંત્રી હતો. પ્રાકૃત ગ્રન્થ “મુનિસુવ્રતચરિત' (ઈ. સ. ૧૧૩૭)ના કર્તા 'શ્રીચન્દ્રસૂરિ સાધુ થયા તે પહેલાં લાટ દેશના મંત્રી હતા. આ હકીક્ત “સુપાસનાહચરિય” (ઈ. સ. ૧૧૪૩)ના પ્રસિદ્ધ કર્તા, એમના ભાઈ લક્ષ્મણગણિએ પિતાના ગ્રન્થને અંતે સેંધી છે. મહાન વૈદિક ભાષ્યકારો સાયણ અને તેને ભાઈ માધવ જેઓ વિજયનગરના રાજ્યના મંત્રીઓ હતા એમનાં નામ તો જાણીતાં છે. તેઓ પોતે મોટા વિદ્વાને હવા સાથે વિદ્યાના આશ્રયદાતાઓ હતા અને એમના કાર્યથી સંસ્કૃત સાહિત્યને કોઈ પણ અભ્યાસી ભાગ્યે જ અજ્ઞાન હશે. ઉચ્ચ સ્થાન ધરાવતા પુરુષો પોતાના સમયના સાંસ્કારિક નેતાઓ પણ હોય એ પ્રાચીન અને મધ્યકાલીન ભારતની એક પરંપરા હતી, અને પિતાનું જીવનકાર્ય કર્યા પછી જગતનાં બંધનો દૂર કરીને, આપણું વસ્તુપાળ વિશે જોઈએ છીએ તેમ, મેગની તનુને ત્યાગ કરવાની એમની મહત્ત્વાકાંક્ષા હતી. આથી હમણાં સૂચવ્યું તે પ્રમાણે માની લીધેલી અસંગતિને આધારે વસ્તુ પાળની સાહિત્યરચનાઓના કર્તુત્વ વિશે શંકા ઉઠાવવાનું કશું કારણ નથીસિવાય કે, બીજ દાખલાઓમાં છે તેમ, એવી શંકા ઉઠાવવા માટે પૂરત કહી શકાય એવો પ્રત્યક્ષ કે પરોક્ષ નિશ્ચિત પુરાવો મળતો હોય.૩૨ ૩૨. ગુર્જ દેશની સાંસ્કારિક પરંપરાનો વિચાર કરતાં આ પ્રાન્તની વિશિષ્ટ એવી કેટલીક ઐતિહાસિક હકીકતોને પણ ખ્યાલ રાખવો જોઈએ. આપણે જોયું છે કે પોતાના જન્મ અને વ્યવસાયથી વિદ્વત્તાને વરેલા બ્રાહ્મણે ઉપરાંત ગુજરાતમાં પ્રાગ્વાટ અને શ્રીમાળીઓના સંસ્કૃત સમુદા હતા, જેમને શ્રીમાલની સાહિત્યપરંપરાને વાર મળ્યો હતો; અને એમ કહી શકાય કે રાજકાર્ય અને સાહિત્યની કલાઓમાં સમાનપણે પ્રવીણ વસ્તુપાળે પોતાની જ્ઞાતિની પરંપરાને જ ચાલું રાખી હતી. આ બને જ્ઞાતિઓ પ્રાગ્વાટ અને શ્રીમાળીએ માત્ર વેપારીઓ જ નહિ પણ વિખ્યાત વહીવટકર્તાઓ, સેનાપતિઓ, મહાન સ્થાપત્યે બંધાવનારાઓ, વિદ્વાનો તેમજ કવિઓ પેદા કર્યા છે. માત્ર ડાંક જ ઉદાહરણ લઈએ તો–ીપાલ, એને પુત્ર સિપાલ અને પત્ર વિજયપાલ (જુઓ પૈરા ૨૮-૨૯) પ્રાગ્વાટ હતા. કુમારપાળને કવિ-મંત્રી દુર્લભરાજ, જેણે જ્યોતિષગ્રન્થ “સામુદ્રિક તિલક'નું લેખન ઈ. સ. ૧૧૬૦ માં આરંવ્યું હતું તે પ્રાગ્વાટ હતો (જેસાઈ, પૃ. ૨૭૭-૭૮ ). આલંકારિક વાલ્મટ (પૅરા ૩૦) તથા “મેઘદૂતને ટીકાકાર અને “ઉપદેશકંદલી” અને “વિવેકમંજરી” નામે પ્રાકૃત પ્રકરણ લખનાર આસડ શ્રીમાળી હતો (પિટર્સન, રિપેર્ટ ૧, પૃ. ૫૬; રિપેર્ટ 3, પૃ. ૧૨ અને ૧૦૦ ). હેમચન્દ્ર જેને બાલકવિ'નું બિરુદ આપ્યું હતું તે જગદેવ એક મંત્રીનો પુત્ર હતો અને શ્રીમાળી હતો (પિટર્સન, રિપેર્ટ ૩, પૃ. ૯૬-૯૭). પ્રમાણમાં અર્વાચીન કાળ તરફ આવતાં માળવામાં માંડુના શ્રીમાળી મંત્રી મંડન (ઈ. સ. ૧૪૫૦ આસપાસ)ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy