SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ મળે છે, તથા ડાક ઉત્તર ગુજરાતમાં તારંગાના ડુંગર ઉપર અને ડભોઈ, અણહિલવાડ પાટણ, કલોલ પાસે શેરીસા વગેરે સ્થળોએ જ્યાં વસ્તુપાળ અને તેજપાળે મન્દિર બંધાવ્યાં હતાં–તથા મહેસાણા જિલ્લામાં વીજાપુર પાસે નવા સંગપુરમાં છે. ઉદયપ્રભસૂરિકૃતિ “સુકૃતકીર્તિકર્લોલિની' (ઈ. સ. ૧રર૧) અને જયસિંહસૂરિકૃત વસ્તુપાલતેજપાલપ્રશસ્તિએ બે કાવ્યો મૂળ શિલાલેખો તરીકે કેતરાયાં હતાં. એ શિલાઓ નાશ પામી ગઈ છે, પણ એ કાવ્યની નકલે હસ્તપ્રતોમાંથી મળી છે. “સરસ્વતી સદનપ્રશસ્તિ (ઈ. સ. ૧૨૭૨) તરીકે ઓળખાતા બે શિલાલેખો પ્રભાસપાટણમાંથી મળ્યા છે તથા જૂનાગઢ પાસેના વંથળીમાંથી એક અધૂરો લેખ જડી આવે છે. એ ત્રણે વસ્તુપાળના સાહિત્યમંડળના એક બ્રાહ્મણ કવિ નાનાકના જીવનના અભ્યાસ માટે ઉપયોગી છે (પેરા ૮૫-૮૯). ભાગ્યેજ કહેવાની જરૂર છે કે આ બધા શિલાલેખોને સમકાલીન સાધન તરીકે ગણવા જોઈએ, કેમકે એમાંના ઘણા વસ્તુપાળના જીવનકાળ દરમ્યાન લખાયા છે, અને જે કે સોમેશ્વરકૃત ડભોઇની વૈદ્યનાથપ્રશસ્તિ(ઈ. સ. ૧૪૫૫) તથા પ્રભાસપાટણની “સરસ્વતી સદનપ્રશસ્તિ' વસ્તુપાળના અવસાન પછી લખાયેલી છે, તોપણ સમયદષ્ટિએ એ એટલી નિકટવર્તી છે કે એઓને સમકાલીન સાધનરૂપે ગણી શકાય. સ્થાપત્ય ૪૩. સ્થાપત્યકૃતિઓ કલા અને સંસ્કારિતાના ઈતિહાસ માટે ઉપયોગી છે. વસ્તુપાળ અને તેજપાળે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જુદે જુદે સ્થળે (પેરા ૫૮-૬૦) સંખ્યાબંધ મન્દિરો અને અન્ય સ્થાપત્યે બંધાવ્યાં હતાં, પણ એમાંથી માત્ર આબુ અને ગિરનાર ઉપરનાં મન્દિર જ બચ્યાં છે. આબુ ઉપરનું મન્દિર એ મધ્યકાલીન ભારતીય સ્થાપત્યને અત્યુત્તમ શિલ્પ વડે અલંકૃત એવો ચિરંજીવી નમૂને છે તથા એ બંધાવનારની ઉચ્ચ રસિકતા અને અસાધારણ ઉદારતાની સાક્ષીરૂપ બની રહે છે. ૨. નવા સંગપુરનો લેખ સૌથી ઓછો જાણીતો છે. વાઘેલા યુગનો આ એક ત્રટક શિલાલેખ છે. એમાં વસ્તુપાળ અને તેજપાળને મંત્રીઓ તરીકે માનપૂર્વક ઉલ્લેખ કરેલો મળે છે. આ શિલાલેખ કેટલાંક વર્ષ પહેલાં બુદ્ધિસાગરસૂરિએ “બહદ્ વિજાપુર વૃત્તાત’, પ્રસ્તાવના પૃ. ૨-૮ માં છપાવ્યો હતો. ધ બરોડા આકિયોલોજિકલ રિટ, ૧૯૩૮-૩૯ (પૃ. 3) માં આ લેખની નોંધ લેવામાં આવી છે. 3. વસ્તુપાળના જે શિલાલે સ્વતંત્ર કાવ્ય તરીકેના સ્થાનને પાત્ર છે એના વિવેચન માટે જુઓ પ્રકરણ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy