SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ ] અભ્યાસનાં સાધન [ ૩૫ પ્રબન્ધ-સંગ્રહના સમુચ્ચયરૂપ “પુરાતન પ્રબન્ધસંગ્રહ –એ સૌથી મહત્ત્વન છે. જિનભદ્રસૂરિકૃતિ “વિવિધતીર્થકલ્પ' (ઈ. સ. ૧૩૩૩ માં પૂરો થયો) પણ સેંધપાત્ર છે. જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત' (ઈ. સ. ૧૪૪૧) વસ્તુપાળની વિગતવાર જીવનકથા આલેખે છે, અને નાયકના અવસાન પછી લગભગ બે સંકે રચાયું હોવા છતાં એને વિશેની કેટલીક એવી હકીકતો આપે છે જે બીજે કયાંયથી મળતી નથી. અતિશયોક્તિથી પ્રમાણમાં એ દૂર રહે છે. વસ્તુપાળનાં જીવન અને કાર્યને લગતાં, પોતાના સમયમાં ઉપલબ્ધ એવાં તમામ ઐતિહાસિક સાધનને જિન ઉપયોગ કર્યો હતો એમ જણાય છે. રત્નમન્દિરગણિતકત “ઉપદેશતરંગિણી' (ઈ. સ. ૧૪૬૧ આસપાસ), સુશીલગણિકૃત “પ્રબન્ધપંચશતી” અથવા “કથાકેશ” (ઈ. સ. ૧૪૫૩) અને સેમધર્મકૃત ‘ઉપદેશસપ્તતિ' (ઈ. સ. ૧૪૪૭) એ પંદરમાં સૈકાની પ્રબન્ધાત્મક રચનાઓ છે. એ બધી—ખાસ કરીને પહેલીમાં વસ્તુપાળના જીવનના સાંસ્કૃતિક અંગ વિશે તથા કેટલાક કવિઓ સાથેના એક આશ્રયદાતા તરીકેના એના સંપર્ક વિશે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. કેટલાક જૈન કવિઓએ જૂની ગુજરાતીમાં “વસ્તુપાલ રાસ અથવા “વસ્તુપાલ-તેજપાલ રાસ” નામથી ઓળખાતાં કાવ્યો રચ્યાં છે, અને એમાંથી હિરાનંદ (ઈ. સ. ૧૪ર૮), લક્ષ્મીસાગર (ઈ. સ. ૧૪૫ર પછી), પાર્શ્વ ચન્દ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુન્દર (ઈ. સ. ૧૬૨૬) તથા મેરુવિજયે (ઈ. સ. ૧૬૬૫) રચેલા રાસાઓ ઉપલબ્ધ છે. વસ્તુપાળના સમય પછી ઘણે કાળે તથા પરંપરાગત કાવ્યપદ્ધતિએ આ રાસાઓ રચાયેલા છે, તે પણ એમાંના કેટલાક નાયકના જીવન વિશે એવી સૂચક ઐતિહાસિક સામગ્રી રજૂ કરે છે જે સમકાલીન લેખકે એક અથવા બીજા કારણસર આપી શક્યા નથી. ઉત્કીર્ણ લેખો કર, ઉત્કીર્ણ સાધનમાં વસ્તુપાળને સંખ્યાબંધ શિલાલેખો મળે છે. એમાંના કેટલાક લેખો બહુ ટૂંકા–માત્ર થોડીક પંક્તિને જ છે, જ્યારે કેટલાક લેખો પ્રમાણમાં લાંબા હોઈ સ્વતંત્ર કાવ્ય જેવા છે. આ લેખે માંના ઘણાખરા સંશોધનનાં વિવિધ સામયિકોમાં અને ગુજરાતના ઐતિહાસિક લેખો “પ્રાચીન જૈન લેખસંગ્રહ” તથા “પ્રાચીન લેખમાળા' જેવા સંગ્રહમાં છપાયેલા છે. આ લેખે મેટે ભાગે આબુ અને ગિરનાર ઉપર ૧. પ્રબના સાહિત્યપ્રકારના એતિહાસિક અને સાહિત્યિક મૂલ્યાંકન માટે જુઓ પ્રકરણ ૧૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy