SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ ચંદ્રગુપ્ત આ આખી યેજના નિષ્ફળ બનાવી હતી અને રામગુપ્તને વધ કરી અથવા કરાવીને તે ગાદીએ આવ્યો હતો અને ધ્રુવદેવી સાથે લગ્ન કર્યું હતું. આ ઐતિહાસિક હકીકત એ અવતરણોમાંથી જાણવા મળે છે. ઉપલબ્ધ અને અનુપલબ્ધ સંખ્યાબંધ સંસ્કૃત નાટકમાંથી “નાટયદર્પણમાં અવતરણ અપાયાં છે, જેમાં રામચન્દ્રનાં પિતાનાં નાટક પણ છે. ધનંજયનું દશરૂપક' (ઈસવી સનની દસમી સદી) રામચન્દ્રને જાણીતું હશે, પણ તેણે “નાટયદર્પણ”ની રચના મૌલિક દૃષ્ટિએ કરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકના પ્રકારે, એના સ્વરૂપ તથા રસ પર આ ગ્રન્થમાં કેટલીક એવી પરંપરાઓ સચવાઈ છે કે જે ભરતથી સ્પષ્ટ રીતે ભિન્ન જણાય છે. ગુજરાતમાં રચાયેલાં આશરે બે ડઝન સંસ્કૃત નાટકોમાંથી અગિયાર નાટકે રામચન્દ્ર રચેલાં છે. સંસ્કૃત નાટકને ઓછામાં ઓછા ચાર પ્રકારો-નાટક, પ્રકરણ, નાટિકા અને વ્યાય—આપણને રામચન્દ્ર પાસેથી મળે છે. ૨૭. હેમચન્દ્રના બીજા શિષ્યોમાં એમના “અનેકાર્થ કેશ' ઉપર ટીકા લખનાર મહેન્દ્રસૂરિ, સપાદલક્ષ અથવા શાકંભરીના (રાજપૂતાનામાં આવેલા સાંભરના) રાજા અર્ણોરાજ ઉપર કુમારપાળને વિજય તથા અર્ણોરાજની પુત્રી જહૃણદેવી સાથે કુમારપાળનું લગ્ન વર્ણવતા સંસ્કૃત નાટક “ચંદ્રલેખાવિજયપ્રકરણ'ના કર્તા દેવચન્દ્ર, કુમારપાળે પાટણમાં બંધાવેલા જૈન પ્રાસાદ કુમારવિહારનું કાવ્યમય વર્ણન કરતા રામચન્દ્રકૃત પ્રશસ્તિકાવ્ય “કુમારવિહારશતક' ઉપર વિદ્વત્તાપૂર્ણ ટીકા લખનાર વધમાનગણિ, હેમચન્દ્રના “ગશાસ્ત્ર માંની કેટલીક વ્યાકરણવિષયક ખલનાઓ પ્રત્યે ધ્યાન દોરનાર ઉદયચ, “પ્રભાવક ચરિત' (૨૨-૭૩૯) અને કુમારપાલપ્રબન્ધ” (પૃ. ૧૮૮)માં જેમને ઉલ્લેખ આવે છે તે યશચન્દ્ર, તથા છેલ્લે કુમારપાળ પછી ગાદીએ આવનાર જૈનદ્વેષી રાજા અજયપાળને હસ્તે થયેલા રામચન્દ્રના મૃત્યુમાં નિમિત્ત બનનાર બાલચન્દ્ર૪ એટલાં નામ મળે છે. અનુશ્રુતિ પ્રમાણે હેમચન્દ્રનો શિષ્યસમુદાય ઘણો મોટો હતો, અને ઉપર જેમનાં નામ નોંધ્યાં છે એ સિવાય બીજા સંખ્યાબંધ શિષ્ય એમને હોય એ તદ્દન શક્ય છે. ૨૮, હેમચન્દ્રના નોંધપાત્ર સમકાલીનમાં સિદ્ધરાજના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલને ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. શ્રીપાલ પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો. ૪૪. પ્રક, પૃ. ૯૮; પુરસ, પૃ. ૪૯; ચિ, પૃ. ૯૭ ૪૫. ખુલર, ઉપર્યુક્ત, પૃ. ૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy