SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૧૯ માત્ર ગુજરાતનું જ ઋણ નથી, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાંયે એમનું સ્થાન બહુ માનભર્યું છે.૪૧ ૨૫. સિંહને ઉત્તરાધિકારી કુમારપાળ ચૌલુકય વંશની કુલપરંપરાએ શિવ હતો, પરંતુ આચાર્ય હેમચન્દ્રના ગાઢ સંપર્કને કારણે તે જૈન ધર્મની અસર નીચે આવ્યો હતો અને હેમચન્દ્રને પોતાના ગુરુ ગણતો હતો. હેમચન્દ્રના ઉપદેશને પરિણામે કુમારપાળે પોતાના આખા રાજ્યમાં પ્રાણિવધ, માંસભક્ષણ, સુરાપાન, ઘત આદિ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. કુમારપાળે ઘણું જૈન મન્દિર બંધાવ્યાં હતાં તેમજ સાહિત્ય-પ્રવૃત્તિને સારો આશ્રય આપ્યો હતો. હેમચન્દ્રનું પ્રાકૃત થાશ્રય” કાવ્ય જે “કુમારપાલચરિત ” તરીકે ઓળખાય છે તથા જેમાં “સિદ્ધહેમ' વ્યાકરણના આઠમા અધ્યાયમાં આવતા પ્રાકૃત વ્યાકરણને નિયમનાં ઉદાહરણ અપાયાં છે, તે કુમારપાળની એક શ્રદ્ધાળુ શ્રાવક તરીકેની જીવનચર્યા વર્ણવે છે. સિદ્ધરાજ અને કુમારપાળ એ બન્નેના રાજ્યકાળમાં માત્ર હેમચન્દ્ર અને તેમના શિષ્યમંડળે જ નહિ, પણ સંખ્યાબંધ જૈન તેમજ જૈનેતર કવિઓ તથા વિદ્વાનોએ ગ્રન્થ રચ્યા છે. ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિને એ સુર્વણકાળ છે. ૨૬. હેમચન્દ્રનું શિક્ષણકાર્ય એમના સાહિત્યકાર્ય કરતાં કંઈ ઓછું સફળ નહોતું. સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓ ઉપર એમના શિષ્યોએ ગ્રન્થો રચ્યા છે.૪૨ ગણનાપાત્ર નાટકકાર, નાટયશાસ્ત્ર ઉપરના એક ગ્રન્થ નાટયંદર્પણ'ના કર્તા તથા વિશિષ્ટ સ્વાતંત્ર્ય પ્રેમી૪૩ રામચન્દ્ર એ શિષ્યોમાં મુખ્ય હતા. એમના બીજા એક શિષ્ય ગુણચન્દ્ર હતા, જેમણે “નાટદર્પણ”ની રચનામાં રામચન્દ્રને સહકાર આપ્યો હતો. ‘મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તના લુપ્ત ઐતિહાસિક નાટક “દેવીચન્દ્રગુપ્ત માંથી “નાટયદર્પણ” સંખ્યાબંધ અવતરણો આપે છે અને એને પરિણામે ગુપ્તવંશના ઈતિહાસ ઉપર નવો જ પ્રકાશ પડે છે. ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી એને નાને પુત્ર ચંદ્રગુપ્ત બીજે ગાદીએ આવ્યું ત્યાર પહેલાં સમુદ્રગુપ્તને મોટો પુત્ર રામગુપ્ત રાજા થયો હતો, તેણે શત્રુરાજા સાથે સંધિની શરત તરીકે પિતાની રાણી ધ્રુવદેવીને એ રાજાની છાવણીમાં મોકલવાનું કબૂલ્યું હતું, પણ ૪૧. ન્યૂલરના ગ્રન્થના અંગ્રેજી અનુવાદની ડો. વિન્ટરનિસે લખેલી પ્રસ્તાવના ૪૨. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૨૫-૪૯ ( હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ” એ લેખ) ૪૩, એ જ, પૃ. ૩૫-૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy