SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૭ ધર્મને ઉદ્દભવ છે કે પૂર્વ ભારતમાં થયો હતો, એમ છતાં ધીરે ધીરે સીધો વિસ્તાર અન્ય પ્રદેશમાં થયો અને ઈસવી સનના આરંભકાળે મધ્યભારતમાં ઉજ્જયિની, ઉત્તરપ્રદેશમાં મથુરા અને પશ્ચિમ ભારતમાં વલભી જૈન ધર્મનાં કેન્દ્રો બન્યાં હતાં. જૈન શ્રતને સંકલિત કરવા માટેની પ્રથમ પરિષદ મહાવિરના નિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં હતાં તથા ચૌદ પૂર્વમાંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ ‘દષ્ટિવાદ' તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું. પણ સમય જતાં પાછું શ્રત વિશખલ થયું, અને એને વ્યવસ્થિત કરવા માટે વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં મથુરામાં આર્ય ઋન્દિલે અને વલભીમાં આયર નાગાર્જુને લગભગ એક સમયે પરિષદ બોલાવી ( મુનિ કલ્યાણવિજય, ‘વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણના,' પૃ. ૧૦૪). દુર્ભાગ્યે આ બે આચાર્યો પરસ્પરને મળી શક્યા નહિ અને પરિણામે બન્નેએ તૈયાર કરાવેલી જૈન શ્રતની વાચનાઓમાં ઘણું અગત્યનાં પાઠાન્તરે રહી ગયાં. એમાંની એક વાચના “માઘુરી વાચના” તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે. આ પછી કેટલેક સમયે આખુંયે જૈન શ્રુત માધુરી વાચના અનુસાર લેખાધિરૂઢ કરવામાં આવ્યું અને જરૂર જણાય ત્યાં વલભી વાચનાનાં પાઠાન્તરો નોંધવામાં આવ્યાં. વીર નિર્વાણ પછી ૯૮૦ (વાચનાન્તરે ૯૯૩) વર્ષ (અર્થાત્ ઈ. સ. ૪૫૪ અથવા ૪૬૭ માં ) દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણ નીચે વલભીમાં ફરી પાછી એક પરિષદ બેલાવવામાં આવી. આ પરિષદની દોરવણી નીચે આખુયે જૈન શ્રત એકસામટું પહેલી વાર લિપિબદ્ધ કરવામાં આવ્યું. આવી રીતે તૈયાર થયેલી અધિકત વાચનાની હાથપ્રત દેશમાં જુદે જુદે રથળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. ખરું જોતાં, જૈન ઈતિહાસમાં આ એક શકવર્તી ઘટના છે, અને આવી મહત્ત્વની પરિષદના સ્થાન તરીકે વલભીની પસંદગી કરવામાં આવી એ ઘણું સૂચક છે. ૯. આ ત્રણ પરિષદોને લગતી અનુશ્રુતિ જિનદાસગણિ મહત્તકૃત “ નંદિચૂર્ણિ” (ઈ. સ. ૬૭૭), હરિભદ્રસૂરિ (ઇ. સ. ૭૦૧-૭૭)ની “નંદિવૃત્તિ, મેરુ, ગની વિચારશ્રેણિ' (ઈ. સ. ને ૧૪મા સૈક), મલયગિરિ આચાર્ય કૃત “જ્યોતિષ્કડક વૃત્તિ' (ઈ. સ. ને ૧૨ મે સકે), ઉપાધ્યાય વિનયવિજયકૃત લોકપ્રકાશ (ઈ. સ. ૧૬૫ર), સમયસુન્દરકૃત “સામાચારી શતક' (ઈ. સ. ૧૬૧૬) અને બીજા કેટલાક ગ્રન્થમાં સચવાયેલી છે. દેવધિગણિના પ્રમુખપદે તૈયાર થયેલી છેલ્લી સંક્લનામાં વલભવાચનાનાં પાઠાતરો વાચવંતરે પુખ એવા શબ્દોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy