SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ઉદયપ્રભસૂરિકૃત “આરભસિદ્ધિ અને નરચન્દ્રસૂરિકૃત તિસાર ૩૦૧. કુમારપાળ અને અજયપાળના સમય પછી થોડાક દશકા બાદ આપણે વસ્તુપાળના સમયમાં આવીએ છીએ. વસ્તુપાળના વિદ્વભંડળના સાહિત્યફાલમાં જ્યોતિષશાસ્ત્રના બે ગ્રન્થ ઉદયપ્રભસૂરિકત “આરંભસિદ્ધિ અને નરચન્દ્રસૂરિકત “જયોતિસાર—છે “આરભસિદ્ધિમાં કુલ ૪૧૨ શ્લેકે છે, જ્યારે “જ્યોતિઃસારને ઉપલબ્ધ અંશેમાં કુલ ૨૫૭ શ્લોક છે. આ બને ગ્રન્થ મુદ્દતશુદ્ધિને લગતા છે. જ્યોતિષશાસ્ત્રની એ શાખામાં જૈન વિદ્વાનોએ ખાસ પ્રવીણતા મેળવી હતી. જૈન સાહિત્યમાં જ્યોતિષશાસ્ત્ર અને તસંબદ્ધ વિદ્યાઓની પુષ્કળ રચનાઓ છે, પણ ઉપયુક્ત બે ગ્રન્થ હંમેશાં પ્રમાણભૂત ગણાયા છે, અને ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા પ્રાચીન ગ્રન્થભંડારોમાંથી એ બન્નેની કડીબંધ હસ્તપ્રતો મળી શકે છે તે ઉપરથી એમની લોકપ્રિયતા અને પ્રચારને ખ્યાલ આવે છે. પ્રકરણ ૧૯ જૈન પ્રકરણગ્રન્થ ઉપરની ટીકાઓ જેનું ટીકાસાહિત્ય ૩૦૨, જૈનોના ટીકાસાહિત્યને આરંભ નિર્યુક્તિઓથી ગણી શકાય. નિર્યુક્તિઓ એ આગના કેટલાક અંશ ઉપરનાં પદ્યાત્મક પ્રાકૃત વિવરણ છે, અને પરંપરાથી એના કર્તા ભદ્રબાહુ ગણાય છે (પરા ૨૨૪). એ પછી પ્રાકૃત પદ્યમાં રચાયેલાં ભાગે આવે છે. આ ભાષ્યની કેટલીક વાર નિયુંક્તિઓ સાથે એટલી ભેળસેળ થઈ ગયેલી હોય છે કે ભાષ્યગાથા અને નિર્યુકિતગાથાને ભેદ કરવો મુશ્કેલ પડે છે. કેટલાંક આગમે ઉપરની ચૂર્ણિ અથવા પ્રાકૃત ગદ્ય ટીકાઓના કર્તા જિનદાસગણિને ગણવામાં આવે છે. નન્દિસૂત્ર” ઉપરની એમની ચણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ હતી, એ જોતાં તેઓ સાતમા શતકમાં વિદ્યમાન હતા. આ પછી એવો યુગ શરૂ થાય છે, જેમાં જૈનોએ પોતાના પ્રાકૃત ધર્મ ગ્રન્થ ઉપર સંસ્કૃત ટીકાઓ લખવા માંડી, કેમકે એ સમય સુધીમાં વિદ્વત્તા અને ઉચ્ચ વિદ્યાની ભાષા તરીકે તેમણે સંરકૃતનો પૂરેપૂરો રવીકાર કર્યો હતો, પરિણામે, હરિભદ્રસૂરિ, શીલાંકદેવ, અભયદેવસૂરિ, મલયગિરિ (જે સર્વને પહેલા પ્રકરણમાં નિર્દેશ કર્યો છે ) અને બીજા અનેક વિદ્વાનની કલમે લખાયેલી પ્રૌઢ સંસ્કૃત ટીકાઓ મળે છે. ટીકાલેખનની આ પરંપરા નિદાન સત્તરમા સૈકા સુધી વેગપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy